Home »NRG »UK» UK Government Some Visa Rule For Student And Other People

UK ગવર્નમેન્ટે કર્યો વિઝાના અમુક નિયમોમાં ફેરફાર, જાણી લો આ નવા નિયમો

divyabhaskar.com | Apr 20, 2017, 10:19 AM IST

  • તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતિકરણ માટે છે
અમદાવાદ: ગુજરાતમાંથી વિદેશમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે. તાજેતરમાં કેનેડાના સ્ટુડન્ટ વિઝા નિયમોમાં ફેરફાર કરવામાં આવેલ છે.
 
કેનેડાના સ્ટુડન્ટ વિઝામાં થયેલા ફેરફારો

Manitobaમાં પહેલાં જે વિદ્યાર્થી અભ્યાસ કરતા હતા તેમની ટ્યુશન ફીના 60% સુધી ઇન્કમ ટેક્સમાં રિબેટ આપવામાં આવતું હતું. એટલે કે વિદ્યાર્થીઓને ભણવાનું પૂરું થયા બાદ જે ટેક્સ ચૂકવવો પડતો તેમાં તેની ટ્યુશન ફીમાંથી બાદ કરવામાં આવતો. આ રીતે વિદ્યાર્થીઓને દર વર્ષે ઓછામાં ઓછા CAD 2500 સુધી અને વધારેમાં વધારે CAD 25000 જેટલું ટેક્સમાંથી રિબેટ લઈ શકતા હતા. વિદ્યાર્થી ગ્રેજ્યુએટ થયાના 6થી 20 વર્ષ સુધી રિબેટ ક્લેઇમ કરી શકે છે. આ નિયમનો મુખ્ય હેતુ એ હતો કે વિદ્યાર્થી Manitobaમાં રહે, પરંતુ એ નિયમોનો મુખ્ય હેતુ સિદ્ધ ન થઈ શકવાથી વર્ષ 2017માં આ નિયમ કાઢી નાખવામાં આવેલ છે.
 
UK ફીમાં કરવામાં આવેલ ફેરફારો

-UKની ગવર્નમેન્ટ તા. 6 એપ્રિલ, 2017થી વિઝાના અમુક નિયમોમાં ફેરફાર કર્યા છે.
-વિઝિટર વિઝા, વિદ્યાર્થી કે જેઓ ફુલ ટાઇમ ભણવા માટે જાય છે તેઓ અને વર્કર્સની ફીમાં 2%નો વધારો કરવામાં આવ્યો છે.
-જે વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસના ત્રીજા વર્ષમાં છે તેઓને સ્પોન્સરશિપ સિસ્ટમ અંતર્ગત આ નિયમ લાગુ પડશે નહીં.
-બ્રિટિશ સિટીઝન કે જેઓ રજિસ્ટ્રેશન અને Naturalization માટે એપ્લિકેશન કરે છે તેઓની ફીમાં 4%નો વધારો કરવામાં આવેલ છે.
-સેટલમેન્ટ અને અનિશ્ચિત રજાના 22.5% જેટલો વધારો કરવામાં આવ્યો છે.
-સ્પોન્સરશિપ પ્રીમિયમ સર્વિસ સિવાયની બધી જ પ્રીમિયમ સર્વિસમાં 23%નો વધારો કરવામાં આવ્યો છે.
 
(આગળ વાંચો PRની એપ્લિકેશન પ્રોસેસમાં સુધારા કર્યા, Internship નિયમમાં ફેરફાર અંગે)
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: UK Government Some Visa Rule for Student And Other People
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended