Home »NRG »UK» Tejasvi Kara Raised Money For Charity And Money Still Pouring

ઈમોશનલ દોસ્તી: 5 વર્ષની ગુજરાતી બાળકીએ ફ્રેન્ડ માટે આપ્યું વાળનું બલિદાન

Suryakant Jadva | Feb 21, 2017, 18:36 PM IST

એનઆરજીડેસ્ક(સૂર્યકાંત જાદવા દ્વારા):  'મિત્ર એવો હોવો જોઈએ, જે ઢાલ સરીખો હોય' જેનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે લંડનમાં રહેતી એક પાંચ વર્ષીય બાળકી તેજસ્વી કરાએ. તેણે તેની ફ્રેન્ડને અનોખી રીતે મદદ કરી છે. કેન્સરગ્રસ્ત ફ્રેન્ડને મદદ કરવા માટે તેણે તેના વાળ દાનમાં આપવાનું નક્કી કર્યું છે. કારણ કે તે એવા બાળકોને મદદ કરવા માંગતી હતી જેમના પાસે કંઈ જ નથી. તેની એક ફ્રેન્ડ છે જે ખરેખર બીમાર છે અને તેણે તેના વાળ દવાઓના કારણે ગુમાવી દીધા છે. તેજસ્વીએ તેના પાંચમાં જન્મદિવસ પર તેના વાળ દાન કરી દીધા. 
 
મૂળ કચ્છની લંડનમાં  જન્મેલી 5 વર્ષની તેજસ્વી કરાએ એક કેન્સર પીડિત દર્દીને તેની ખાસ ફ્રેન્ડ બનાવી છે. તેજસ્વીએ નોટિસ કર્યું કે તેની ફ્રેન્ડને મેડિકેશન અને ટ્રિટમેન્ટ હાથ ધરાયા બાદ તેણે તેના વાળ ગુમાવી દીધા છે. તેજસ્વીએ નક્કી કર્યું કે, તેના વાળ ખરેખર લાંબા છે અને તે તેને દાન કરવા માંગે જેથી તેઓ બન્નેના માથે વાળ હોઈ શકે.
 
તે એકાદ વર્ષ પહેલા જ્યારે સ્કૂલેથી ઘરે આવી તો તેણે તેના માતા પિતાને કહ્યું કે, તેણીને એક ફ્રેન્ડ છે અને તેને તે વાળ દાન કરવા માંગે છે. તેની ઉદારતા અને દયા જોઈ તેમનું હ્રદય પણ તે બાળકી માટે ભરાઈ ગયું જે માત્ર 4 વર્ષની જ છે. જેથી તેના માતા પિતાએ નક્કી કર્યું કે, તે તેના વાળ દાનમાં આપવા માગે છે, અમે અન્ય બાળકને તેના જેવું કરવા માટે પ્રમોટ કરીશું. તેજસ્વી 6 મહિનાની હતી ત્યારથી તેના વાળ કપાવ્યા નહોતા, ખરેખર તેના વાળ તેને ગમતા હતા.
 
વાળની સાથે સાથે બાળકોને મદદ કરવા રોકડ પણ એકઠી કરવા માટેનું નક્કી કર્યું. શરૂઆતમાં JustGiving.com દ્વારા  £250નો ટાર્ગેટ રાખવામાં આવ્યો. માત્ર 10 કલાકમાં જ ટાર્ગેટ સુધી પહોંચી ગયા. બાદમાં ડબલ કરી દીધો અને £500 કરી દીધો તે પણ 24 કલાકમાં એકઠો થઈ ગયો. બાદમાં £1000 અને બાદમાં £2,045.96 ચેરીટી માટે એકઠા કરવામાં આવ્યા. તેના જન્મ દિવસ પર યુકે, આફ્રિકા, યુએસએ અને અસ્ટ્રોલિયાથી ડોનેશન આવવાનું શરૂ થઈ ગયું. અમે તેના બર્થડે 22 ડિસેમ્બર, 2016ના રોજ £2,045.96 સુધી પહોંચી ગયા. હતા.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ, બાળકીની વધુ તસવીરો...
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Tejasvi Kara raised money for Charity and money still pouring
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended