Home »NRG »UK» Gujarati Student Tara Patel Has Shed More Than 32 KG In Nottingham

આ પટેલ યુવતી પાસે હજારો લોકો માગી રહ્યાં છે Diet Tips, ઘટાડ્યું 32 KG વજન

Agency | Jan 16, 2017, 12:31 PM IST

યુકે:ઈંગ્લેન્ડના નોર્ટિગહામમાં એક ગુજરાતી યુવતીએ 32 કિલો વજન ઘટાડી બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ યુવતીએ સાથે ઈન્સ્ટાગ્રામમાં વજન ઓછું કરવાની  ટિપ્સ શૅર કરતાં તેના 40 હજારથી વધુ ફ્લોઅર્સ થઈ ગયા છે.  તારાની માતા બ્રિટીશ અને પિતા ગુજરાતી છે. 
અનહેલ્થી ડાયટઃ
 
નોર્ટિગહામની ટ્રેન્ટ યુનિવર્સિટીની પીએચડી કરતી 23 વર્ષીય તારા કોલ્ટમેન પટેલનું ત્રણ વર્ષે પહેલા વજન અંદાજે 111 કિલો હતું. જંકફૂડ, અનહેલ્થી ડાયટફૂટ તથા બ્રેકફાસ્ટમાં કિટેકેટ્સ ખાવાને કારણે તારાનું વજન આટલે હદે વધી ગયું હતું.  નિષ્ક્રિય તથા વધુ ખાવાને કારણે તારાનું વજન વધી ગયું હતું. જેથી તે અપસેટ રહેવા લાગી હતી. જેના કારણે તેના વાળ પણ ખરવા લાગ્યા હતાં. 
 
પોતાની જાતને કરવા લાગી નફરતઃ
 
એક વખત તારા પોતાની મોમ સાથે ફેમિલી ફ્રેન્ડના ઘરે ગઈ હતી. આ સમયે તારાની મોમે તેનો ફોટો લીધો હતો. તારાએ એ દિવસોને યાદ કરીને કહ્યું હતું કે તેની મોમે તેનો ફોટો પાડ્યો હતો, તે વાત તેને બિલકુલ પસંદ આવી નહોતી અને તે નારાજ થઈ ગઈ હતી. તેની મોમ તેના અને ડેડ સિવાય બીજા કોઈને ફોટો બતાવે તે પહેલાં તેણે મોમ પાસેથી ફોટો લઈ લીધો હતો.  જ્યારે તારાને પોતાનો ફોટો બિલકુલ પસંદ આવ્યો નહોતો. તે પોતાની જાતને નફરત કરવા લાગી હતી. જોકે, તે જ ક્ષણથી તેણે નક્કી કર્યું હતું કે હવે બહુ થઈ ગયું. જો તેણે હવે ક્યારેય ફરીવાર ખુશ થવું હોય તો તેણે પોતાની લાઈફ સ્ટાઈલ જડમૂળમાંથી બદલવી પડશે. 
કેવી રીતે વજન ઘટાડ્યું
 
આગળ વાંચો બેસ્ટ ફ્રેન્ડની લીધી મદદ, ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રેસિપી, તારા પટેલની ટિપ્સ
(તારા પટેલની પહેલાની અને અત્યારની તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરતાં જાવ....)
તમામ તસવીરોઃ ઈનસ્ટાગ્રામ
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gujarati Student Tara Patel has shed more than 32 KG in Nottingham
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended