Home »NRG »UK» Success Story Of Bhikhu And Vijay Patel Owner Of Waymade Healthcare UK

આ પટેલ ભાઈઓએ યુકેમાં મેળવી સફળતા, ઘર જોઈ અંગ્રેજોને પણ આવે ઈર્ષા

divyabhaskar.com | Mar 25, 2017, 19:28 PM IST

એનઆરજી ડેસ્ક:દુનિયાના કોઈ પણ ખૂણે રહેતા ગુજરાતીઓ હંમેશા પોતાની સફળતાના કારણે ચર્ચામાં રહ્યાં છે. પણ આજે આપણે અહીં વાત કરવાની છે કેન્યામાં જન્મેલા એવા બે પટેલ ભાઈઓની જેઓને એક સમયે ખાવાના પણ ફાંફા હતા અને આજે તેઓ યુકેના ધનવાન એશીયનની યાદીમાં આગવું સ્થાન ધરાવે છે. ગરીબ પટેલ પરિવારમાં જન્મેલા વિજય પટેલ અને તેમના મોટાભાઈ ભીખુ પટેલના નામથી આજે યુકેમાં લગભગ કોઈ અજાણ નહીં હોય. પોતાની મહેતનથી જ્વલંત સફળતા મેળવી બ્રિટનના ફાર્મા સેક્ટરમાં ડંકો વગાડી દેનાર પટેલ બંધુઓ બે જોડી કપડા અને 400 રૂપિયા સાથે યુકે આવ્યા હતા.

Waymade Healthcare કંપની દ્વારા યુકેમાં ફાર્મા સેક્ટરમાં 5500 કરોડથી વધારેનું એમ્પાયર ઉભું કરનાર વિજય પટેલ અને ભીખુ પટેલ સામાજિક ક્ષેત્રે પણ અગ્રેસર રહ્યાં છે. Essexના સ્ટોરબ્રોકર બેલ્ટ અને Essexના Southend નજીક વૈભલી બંગલોમાં રહેતા પટેલ બંધુઓ ભારતમાં અનેક જગ્યાએ મેડિકલ કેમ્પ અને પાણીની સુવિધાઓ વિકસાવી છે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, પટેલભાઈઓના સંઘર્ષ અને સફળતા વિશે)
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Success Story of Bhikhu And Vijay Patel Owner of Waymade Healthcare UK
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended