Home »NRG »UK» Staff In Fear Of Gang After Worker Hit With Nunchucks

UK:ટીનએજર ગેંગ દ્વારા પટેલ સ્ટોર માલિક પર હુમલો, જીવતા દેડકાં ફેંકાયા

divyabhaskar.com | Mar 15, 2017, 17:41 PM IST

  • ઈન્સેટ તસવીરમાં પીડિત
ઈંગ્લેન્ડઃએક લાઈનમાં આવેલા સ્ટોરના માલિકો પર એક યુવકની ગેંગે દમન ગુજાર્યો હોવાની ઘટના બની છે. તેઓએ દાવો કર્યો છે કે, તેમને ધાકધમકીઓ આપવામાં આવી અને તેમના પર હુમલો કરવામાં આવ્યો છે. કીર્તિ પટેલ, જે ચાવલવેડન સ્ક્વેર, બાલ્શીદોનમાં આવેલા ચાવલવેડન સુપરમાર્કેટમાં ઓનર વર્ષા પટેલ સાથે કામ કરે છે, તેમણે કહ્યું કે, આ ગેંગમાં ઘણા બધા ગુંડાઓ સામેલ છે. 
 
શું છે સમગ્ર ઘટના?

રવિવારે બનેલી ઘટનામાં, ટોળકીએ બાઈક ચોરવાના પ્રયાસો કર્યા બાદ એક કર્મચારીની આંગળીમાં ગંભીર રીતે ઈજા પહોંચાડી હતી. સ્ટોર માલિકનો દાવો છે કે, યુવક વારંવાર અહીંયા આવે છે અને વસ્તુની ચૂકવણી માટે રોકડ આપવાના બદલે, કાઉન્ટર નીચે પૈસા ફેંકીને ભાગી જાય છે. એરોલ કાલિસન અને અલ્સર હરમન, જેઓ તુર્કી રેસ્ટોરાં ખોલવાનું વિચારી રહ્યા છે તેઓ કહે છે કે, તેઓ ઘટનાથી એટલા ભયભીત થયા છે કે, તેઓએ રેસ્ટોરાંનો વિચાર ટાળી શકે છે.
 
શું કહે છે અન્ય સ્ટોર માલિક?

હરમને કહ્યું કે, 'અમે રેસ્ટોરાં ખોલવા સક્ષમ નથી કારણ કે તેઓ કહે છે કે તે દુકાનની બારીઓ તોડી નાખશે. મેં પણ તેમના પર હુમલો કર્યો હતો, જેમાંથી બે જણે મને પકડી લીધો જ્યારે તેમાંથી એક જણે મને નેનચાકુ વડે હુમલો કર્યો હતો. હું ફ્લોર પર પડ્યો હતો, તેઓ 15 હતા. તેઓએ કહ્યું હતું કે, તમારે આ દેશમાં ન આવવું જોઈએ અને મારે મારા દેશમાં પાછું જતું રહેવું જોઈએ' વધુમાં તેણે ઉમેર્યું કે, 'સિક્સ ડ્રેગન ચાઈનીઝ ટેક-અવે, જે આ સ્ટોરની લાઈનમાં જ છે, તેઓ સાથે પણ આ પ્રકારની ઘટનાઓ બની છે અને હવે તેઓ લીઝ રિન્યુ કરવાનું નથી વિચારી રહ્યા.'
 
શું કહે છે પીડિત?

કીર્તિ પટેલે કહ્યું કે, 'રવિવારે ટોળકીએ ટેક-અવેમાં જીવતા દેડકાં ફેંક્યા હતા. જેના કારણે તેઓને સ્ટોર જલ્દી બંધ કરવો પડ્યો હતો. તે એક માત્ર એવો સ્ટોર છે જે રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લો રહે છે અને તે હવે 8 વાગ્યે બંધ કરી દે છે કારણ કે તેઓ બહુ ડરી ગયા છે.' Basildon કોમ્યુનિટી પોલિસિંગ ટીમના સાર્જન્ટ રોબ મેઈલે કહ્યું કે, પોલીસ આ વિસ્તારમાં થયેલી ઘટના વિશે જાણે છે. તેઓએ કહ્યું કે, મિલ ગ્રીન અને રિટેલ વિસ્તારને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. કારણ કે, ત્યાં ઘણા અસામાજિક વ્યવહાર થાય છે. અમે પેટ્રોલિંગ વધારી રહ્યા છીએ અને જવાબદાર ટોળકીના યુવાનો સામે કાર્યવાહી કરવા કાઉન્સિલ સાથે કામ કરી રહ્યા છીએ.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...
(સૌજન્યઃ clactonandfrintongazette)
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: staff in fear of gang after worker hit with nunchucks
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended