Home »NRG »UK» Shree Swaminarayan Mandir Kingsbury Helps Change Over 6000 Lives

UK: સ્વામિનારાયણ મંદિર ખાતે 20મું બ્લડ ડોનેશન સત્ર, 6000 લોકોનું બદલાશે જીવન

divyabhaskar.com | Feb 28, 2017, 11:44 AM IST

  • સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબર ખાતે 20માં બ્લડ ડોનેશન સત્રનું આયોજન
લંડન(સૂર્યકાંત જાદવા દ્વારા):26 ફેબ્રુઆરીના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબર ખાતે 20માં બ્લડ ડોનેશન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. લંડનના સ્વામિનારાયણ મંદિર ખાતે વર્ષ 2009થી આ આયોજન કરવામાં આવે છે. આ દિવસે તેમણે બ્લડના 2000 યુનિટ્સ એકઠા કર્યા હતા. તેમજ 700 નવા ડોનર્સ મદદરૂપ થયા હતા. આ બ્લડ 6000થી વધારે જીંદગીને મદદરૂપ થશે.
 
મંદિર અને વૈશ્વિક આધ્યાત્મિક ગુરૂ પાછળ આચાર્ય સ્વામીશ્રીની પ્રેરણા છે. તેઓ જણાવે છે કે, રક્તદાન એ મહાદાન છે જે આપી શકાય છે. કોઈ વ્યક્તિ અઢળક સંપત્તિ દાનમાં આપી શકે છે પણ તેની તુલના બ્લડ સાથે ન થાય. મંદિરમાં બ્લડ ડોનેશન કેમ્પમાં મોટાભાગે સ્થાનિક સભાસ્થાનોમાં, ચર્ચ, ગુરુદ્વારા અને મસ્જિદોનો સમાવેશ થાય છે, તમામ જૂથોને એકસાથે લાવીને દયા તથા નિઃસ્વાર્થ ભાવે આ પ્રકારના કાર્યો કરવામાં આવે છે.
 
ભાવેશ વરસાણી જે 20મી વખત બ્લડ ડોનેટ કરી રહ્યા છે તેમણે જણાવ્યું કે, મંદિરની 20મી સિઝનમાં 20મી વખત બ્લડ ડોનેટ કરીને આનંદ થઆય છે. અહીંયા ફેન્ટાસ્ટિક નર્સ, એક પ્રેરણાદાયી સમુદાય અને મુલાકાત માટે એક અદભૂત સ્થળ છે. લાંબા સમયથી ચાલતી આ અદભૂત કામગીરી વધારે લોકોને પ્રોત્સાહિત કરે છે. એકદમ સિમ્પલ છે, સરળ છે અને કોઈની મદદ કરીને જીંદગીઓ બચાવવાનો ખર્ચ કાંઈ નથી. બ્લડ પ્રાપ્તકર્તા અને NHSBT ઝુંબેશ ચલાવનાર અમિત ગેલાણીએ પોતાના જીવન અનામી ભેટ આપનાર દાતાઓ સાથે કૃજ્ઞનતાપૂર્વક વાત કરી હતી. 
 
આગળ જુઓઃ 20માં બ્લડ ડોનેશન સત્રની વધુ તસવીરો...
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Shree Swaminarayan Mandir Kingsbury helps change over 6000 lives
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended