Home »NRG »UK» Saint Patricks Day Celebration At Heart Of London Trafalgar Square

UK: ગુજરાતીઓએ કરી આઈરિશ તહેવારની ઉજવણી, મન મૂકીને નાચ્યા પરેડમાં

divyabhaskar.com | Mar 22, 2017, 18:21 PM IST

  • સેન્ટ પેટ્રિક ડે આઈરિશ સમુદાયનો તહેવાર છે
લંડન(સૂર્યકાંત જાદવા દ્વારા):લંડનનું હૃદય ગણાતા ટ્રેફલગર સ્ક્વેર ખાતે સેન્ટ પેટ્રિક ડેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સામન્ય રીતે લંડનના મેયર વિવિધ સમુદાયની ઈવેન્ટ્સ સેલિબ્રેટ કરે છે જેમ કે, દિવાળી, વૈશાખી જેવા તહેવારો તમામ સમુદાય એકઠા થઈને ઉજવે છે. 19, માર્ચના રવિવારે સેન્ટ પેટ્રિક ડે નિમિતે પણ દરેક સમુદાયના લોકો ટ્રેફલગર સ્ક્વેર ખાતે એકઠા થયા હતા અને સેન્ટ પેટ્રિક ડેનું સેલિબ્રેશન કર્યું હતું. સેન્ટ પેટ્રિક ડે આઈરિશ સમુદાયનો તહેવાર છે. જેમાં હિન્દુઓ પણ મોટાપ્રમાણમાં ભાગ લે છે.
 
સેલિબ્રેશન દરમિયાન આઇરિશ સમુદાયની પરંપરા પ્રમાણે આઈરિશ મ્યૂઝિકના તાલે બધા બહુ નાચ્યા હતા. તેમજ મોટા સ્ટેજ પર આઈરિશ ટ્રેડિશનલ રીવર ડાન્સ કર્યો હતો. લંડનની સ્ટ્રીટ પર નીકળેલી નગરયાત્રામાં હરી ક્રિષ્ના મંદિરમાંથી તેમના લોકો જોડાયા હતા. આ તહેવારમાં લંડનના મેયર સાદિક ખાન પણ જોડાયા હતા. સેન્ટ પેટ્રિક ડે આઈરિશ સમુદાયનો તહેવાર છે. દર વર્ષે 17મી માર્ચના રોજ સેન્ટ પેટ્રિક ડે ઉજવવામાં આવે છે, આ દિવસે આયર્લેન્ડના ગાર્ડિયન સેન્ટ પેટ્રિકનું મૃત્યુ થયું હતું. 17મી જે સદીમાં ધાર્મિક મહોત્સવ દિવસનો તહેવાર શરૂ થયો. વિશ્વભરમાં વસતા આઈરિશ સમુદાયના લોકો આ તહેવારની ઉજવણીમાં પરેડ, ખાસ ભોજન, સંગીત, ડાન્સનો સમાવેશ કરે છે. ટ્રેફલગર સ્ક્વેર ખાતે પણ પેટ્રિક ડેની
 
આગળ જુઓ, ઈવેન્ટ તથા નીકળેલી નગરયાત્રાની વધુ તસવીરો...
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Saint Patricks Day celebration at heart of london Trafalgar Square
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended