Home »NRG »UK» Rita Chowdhry Winner Of The Best Business Women Award For Best Coach

UK: રીટા ચૌધરીને બેસ્ટ બિઝનેસ વુમન એવોર્ડ, 11 વર્ષની ઉંમરે ગુમાવ્યા'તા પિતા

Suryakant Jadva | Nov 28, 2016, 15:28 PM IST

લંડન(સૂર્યકાંત જાદવા દ્વારા):બ્રિટીશ એશિયન વુમનને રીટા ચૌધરીને બેસ્ટ કોચિંગ માટે બેસ્ટ બિઝનેસ વુમન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. રીટા સવ્રનના સંસ્થાપક અને સીઈઓ છે. રીટા જ્યારે 11 વર્ષની હતી ત્યારે તેણે તેના પિતાનું એક રોડ અકસ્માતમાં મૃત્યું થયું હતું. 36 વર્ષની નાની ઉંમરે વિધવા બનેલી તેની માતાની દ્રઢતા અને વિચારોના રીટા હંમેશા વખાણ કરે છે અને તેને જ રોલ મોડલ માને છે. 

 

ત્રણ વર્ષમાં રીટાની માતા અને તેના સાસુનું નિધન થયું હતું. બાદમાં તેણે પોતાની લાઈફ બદલવા માટે જાતે જ પગલાં લીધા. કેટલાક જોખમ ઉઠાવ્યા અને મર્યાદિત માન્યતાઓ કાબુમાં કરી. ત્યારબાદ તેણે પોતાની કોચિંગ કંપની શરૂ કરી જેનું નામ તેણે તેની બન્ને માતા પરથી આપ્યું, સાવિત્રી અને રાની. તેણે પારંપરિક રૂઢિઓને દૂર કરી અને એક સફળ બિઝનેસ બની અન્યોની મદદ કરી. 

 

એક મહિલા દ્વારા ચલાવાતા બિઝનેસમાં રીટાની યાત્રા ખાસ કરીને અસાધારણ રહી છે, સંશોધન પરથી કોર્પોરેટ અને પબ્લિક ક્ષેત્રમાં જે 5 ટકાથી પણ ઓછા છે. રીટા ચૌધરી સવ્રનની સીઈઓ અને સંસ્થાપક છે જેને બેસ્ટ કોચિંગ માટે બેસ્ટ બિઝનેસ વુમન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. નાનો બિઝનેસ, લીડર્સ અને ટીમના કોચિંગ, રૂપરેખાકરણ અને તાલીમના અનન્ય મિશ્રણના કારણે આ કંપનીની ઓળખમાં ઝડપથી વધારો થયો છે. જજએ કહ્યું કે, કંપની સ્પષ્ટ રૂપે ગ્રાહકોને બહુ સારુ પરિણામ આપી રહી છે, એક મોટો બિઝનેસ છે જે કોર્પોરેટ સેક્ટર માટે વ્યાપક કોચિંગ સર્વિસ આપીને વિકાસ પામ્યો છે.

 

રીટાને જુસ્સો અને માન્યતા છે કે, તે અન્યની મદદ કરી તેને સફળ બનાવવા નેતૃત્વ કરે. આજે, તેનો બિઝનેસ સવ્રન સુધારવા અને ટીમને પ્રોત્સાહન આપવા પબ્લિક અને કોર્પોરેટ કંપની ક્ષેત્ર સાથે કામ કરે છે. સવ્રન મેનેજર્સ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને સાહસિકો સાથે કામ કરે છે જેમાં KFC ફ્રેન્ચાઇઝી, લીડિંગ કેર હોમ પ્રોવાઈડર્સ અને ઓનલાઈન રિટેઈલરનો સમાવેશ થાય છે, જે કર્મચારીઓના સંલગ્નતામાં વધારો કરે છે. ખાસ નોંધનીય બાબત એ છે કે, સવ્રને MET પોલીસનો કોન્ટ્રાક્ટ જીત્યો હતો, જે લંડનમાં સૌથી વધુ રોજગારી આપે છે, 250 બ્લેક અને વંશીય લઘુમતી પોલીસ અધિકારીઓની વિવિધતા વધારો કરવામાં આવ્યો.

 

રીટાની માતા હંમેશા તેની માટે રોલ મોડલ રહી છે. પિતાનું મોત થયું ત્યારે તેની ઉંમર 11 વર્ષની હતી અને તેના મમ્મી નાની ઉંમરે વિધવા થઈ ગયા હતા. રીતાના માતાપિતાનો જનમ પાકિસ્તાનમાં થયો હતો બાદમાં તેઓ પંજાબના લુધિયાણામાં શિફ્ટ થયા હતા. તેમણે ભારતમાં લગ્ન કર્યા. તેમને બે બાળકો થયા અને 1965માં વોલ્વરહેમ્પ્ટનમાં શિફ્ટ થયા, જ્યારે રીટા માત્ર 1 વર્ષની હતી. રીટાના પિતા વોલ્વરહેમ્પ્ટનની પ્રાઈમરી સ્કૂલના ટીચર હતા. તેઓ 1974માં જ્યારે ભારત ફરવા આવ્યા ત્યારે તેમનું રોડ અકસ્માતમાં નિધન થયું હતું. આજે રીતા તેના પતિ સાથે રહે છે અને તેને ત્રણ બાળકો છે. 

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Rita Chowdhry winner of the Best Business Women Award for Best Coach
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext