Home »NRG »UK» Interactive Culture Exhibition, ‘Rangeelu Gujarat – The Glorious State’ Preparation Begins

લંડન ખાતે 'રંગીલું ગુજરાત' કાર્યક્રમની તડામાર તૈયારીઓ, જોવા મળશે ગુજરાતની ભવ્યતા

divyabhaskar.com | Aug 17, 2016, 04:21 AM IST

  • (ઇવેન્ટની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે)
એનઆરજી ડેસ્ક: આગામી તારીખ 20 અને 21 ઓગસ્ટ 2016ના રોજ લંડના બ્રેન્ટ બોરો ખાતે  રેડ લોટસ ઇવેન્ટ્સ અને બ્રેન્ટ કાઉન્સીલ દ્વારા 'રંગીલુ ગુજરાત' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગુજરાતની નવી પેઢીને પોતાની સંસ્કૃતિ અને વિવિધતાને સમજવામાં તેમજ ગુજરાતને નજીકથી જાણવામાં પણ મદદ મળશે. આ ઇવેન્ટની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ ઇવેન્ટ માટે સેટ બનાવવાથી માંડીને નાના-નાના તંબુઓ લગાવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે જેથી કરીને લોકોને કોઇ તકલીફ ના પડે.
 
બ્રિટશ ગુજરાતીઓ દ્વારા પોતાના સાંસ્કૃતિક ગર્વ માટે વાઇબ્રન્ટ ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે. આ ઇવેન્ટમાં ભાગ લેનાર મહેમાનોને ગુજરાતનું સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ, સાંસ્કૃતિક સંગીત અને સાંસ્કૃતિક નૃત્યનો આનંદ માણશે જે પહેલા ક્યારેય પણ નહીં જોવામાં આવ્યો હોય. ઇવેન્ટમાં એક વર્કશોપનું પણ આયોજન કરવામાં આવશે જેમાં લોકો ગુજરાતની સાંસ્કૃતિક કલા, માટી કામ જેવી ફાઇન આર્ટ્સની કલાઓની જટીલતાઓને પણ સમજવામાં મદદરૂપ થશે. 'રંગીલુ ગુજરાત' ઇવેન્ટમાં ગુજરાતની વિવિધતા અને તેની શક્તિની જલક મેળવવા માટે લોકોને પ્રેરીત કરવામાં આવશે. સાથે જ દુનિયાભરમાં પોતાના બુદ્ધીચાતુર્યથી આગળ વધેલી ગુજરાતી પ્રજાને લોકો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવશે. 'રંગીલુ ગુજરાત' ગુજરાતની સંસ્કૃતિ અને ઉજવણી અને બીજા પાસાઓ પર લોકોને માહિતગાર કરશે. 
 
તસવીરો: સૂર્યકાંત જાદવા
 
આગળ જુઓ વધુ તસવીર...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Interactive Culture Exhibition, ‘Rangeelu Gujarat – The Glorious State’ Preparation Begins
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext