Home »NRG »UK» RANGEELU GUJARAT - First Ever Global Gujarat Intereactive Event In London UK

લંડનમાં યોજાશે 'રંગીલું ગુજરાત': આર્ટ, ફૂડ અને ફેશનનું સેલિબ્રેશન

divyabhaskar.com | Jun 11, 2016, 18:09 PM IST

  • 'રંગીલું ગુજરાત'ને સપોર્ટ કરતાં યુકેના મિનિસ્ટર ઓફ સ્ટેટ એમ્પ્લોયમેન્ટ પ્રીતિ પટેલ.
લંડનઃ યુકેમાં વસતા ગુજરાતીઓ તથા ભારતીયો માટે આર્ટ, ફૂડ અને ફેશનથી ભરપૂર એવી 'રંગીલું ગુજરાત' ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ જનરેશન ગુજરાતીઓને પોતાના વતન અંગે ટ્રેન્ડી સ્ટાઇલમાં માહિતગાર કરવા રેડ લોટસ ઇવેન્ટ્સ અને બ્રેન્ટ કાઉન્સિલ દ્વારા આગામી 20-21 ઓગસ્ટ, 2016નાં રોજ 'રંગીલું ગુજરાત'નું આયોજન કરવામાં આવ્યું છે. 
 
ગુજરાતી ફૂડની મોજ
રેડ લોટસ ઇવેન્ટના પ્રીતિ વરસાણી અને મીરાં સલાટ સ્થાનિક સ્તરે ઇન્ડિયન ટ્રેડિશનને જીવંત રાખવા માટે વિવિધ ઇવેન્ટ્સનું આયોજન કરતાં હોય છે. 'રંગીલું ગુજરાત' દ્વારા ગુજરાતના ફ્લેવર્સને લંડનમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. જેમાં ખાસ કરીને ગુજરાતની સંસ્કૃતિ, કલા, મ્યુઝિક, ડાન્સ, હેન્ડિક્રાફ્ટ, ફેશન અને સૌથી અગત્યનું ટેસ્ટી ગુજરાતી ફૂડને વિઝિટર્સ માણી શકશે.   
 
યંગસ્ટર્સ માટે ખાસ કરીને ગુજરાતી મ્યુઝિક, ડાન્સ, ડ્રામા જેવી વિવિધ એક્ટિવિટિઝ યોજાશે. તે સિવાય વિવિધ કલ્ચરલ એક્ઝિબિશન અને પરફોર્મન્સ પણ અહીં માણી શકાશે. લંડનમાં પહેલીવાર આટલા વિશાળ સ્તરે યોજાઇ રહેલી આ ઇવેન્ટને યુકેના ગવર્મેન્ટના નેતા પ્રીતિ પટેલ, લંડનના મેયર સાદિક ખાન, સ્થાનિક એમપી બોબ બ્લેકમેન અને એમપી શૈલેષ વારા, લોર્ડ પોપટ સહિતના આગેવાનોએ પોતાનું સમર્થન આપ્યું છે. 
 
રંગીલું ગુજરાત
સ્થળઃ ફ્રેન્ટ કન્ટ્રી પાર્ક, બ્રેન્ટ
તારીખઃ 20-21 ઓગસ્ટ
 
વધુ માહિતી માટેઃ www.facebook.com/rangeelugujarat/
સ્લાઇડ્સ બદલોને જુઓ વધુ ફોટોગ્રાફ્સ
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: RANGEELU GUJARAT - First ever Global Gujarat Intereactive event in London UK
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext