Home »NRG »UK» 'Rangeelu Gujarat' A Culture Exhibition To Showcase Glorious State Gujarat

UKમાં છવાયું 'રંગીલુ ગુજરાત', રજૂ કરાઇ ગુજરાતની ભવ્યતા

divyabhaskar.com | Aug 24, 2016, 20:30 PM IST

એનઆરજી ડેસ્ક: આજથી બે દિવસ સુધી લંડના બ્રેન્ટ બોરો ખાતે  રેડ લોટસ ઇવેન્ટ્સ અને બ્રેન્ટ કાઉન્સીલ દ્વારા 'રંગીલુ ગુજરાત' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગુજરાતની નવી પેઢીને પોતાની સંસ્કૃતિ અને વિવિધતાને સમજવામાં મદદ મળશે અને ગુજરાતને નજીકથી જોઇ શકશે. બ્રિટશ ગુજરાતીઓ દ્વારા પોતાના સાંસ્કૃતિક ગર્વ માટે વાઇબ્રન્ટ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટમાં ભાગ લેનાર મહેમાનો ગુજરાતનું સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ, સાંસ્કૃતિક સંગીત અને સાંસ્કૃતિક નૃત્યનો આનંદ માણશે જે પહેલા ક્યારેય પણ નહીં જોવામાં આવ્યો હોય. ઇવેન્ટમાં એક વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેને કારણે લોકોને ગુજરાતની સાંસ્કૃતિક કલા, માટી કામ જેવી ફાઇન આર્ટ્સની કલાઓની જટીલતાઓને પણ સમજવામાં મદદરૂપ થશે.
 
'રંગીલુ ગુજરાત' ઇવેન્ટમાં ગુજરાતની વિવિધતા અને તેની શક્તિની જલક મેળવવા માટે લોકોને પ્રેરીત કરવામાં આવશે. સાથે જ દુનિયાભરમાં પોતાના બુદ્ધીચાતુર્યથી આગળ વધેલી ગુજરાતી પ્રજાને લોકો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવશે. 'રંગીલુ ગુજરાત' ગુજરાતની સંસ્કૃતિ અને ઉજવણી અને બીજા પાસાઓ પર લોકોને માહિતગાર કરશે. 
 
બે દિવસના કાર્યક્રમ દરમિયાન લગભગ 20 હજાર લોકોએ હાજરી આપી હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાનોમાં MP બેરી ગાર્ડીનર, બોબ બ્લેકમેન, ભારતીય હાઇ કમીશ્નરના રીપ્રેઝન્ટેટીવ મી.એ રાજન , બ્રેન્ટના મેયર હતા. આ પહેલી સૌથી મોટી ગુજરાતી ઇવેન્ટ હતી.
 
આકર્ષણ
 
- 'રંગીલું ગુજરાત'માં વર્કશોપ, ધંધાકિય અવસર અને ઘણા કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
- આ ઇવેન્ટમાં 'ગુજરાતી થાળી', 'ગોલાઘર', 'જલેબી-ગાઠીયા', 'લીંબુ સોડ' જેવા ગુજરાતી વ્યંજનો લોકો સમક્ષ રજૂ કરવામાં આવશે.
- આ સાથે જ ફેશન શોનું પણ આયોજન કરવામાં આવશે જેમાં ગુજરાતની ફેશનને રજૂ કરવામાં આવશે. આ શોમાં પાઘડી બાંધવી, સારી બહેરવી જેવી ઘણી પ્રવૃતિઓ કરવામાં આવશે.
- આ ઇવેન્ટમાં ગુજરાત ટુરીઝમ ઉપર પણ લોકોનું ધ્યાન દોરવામાં આવશે. ગુજરાતની ઐતિહાસિક ઇમારતોનું બાંધકામ, હેરીટેજ સાઇટ્સ, મનોરંજક જગ્યાઓનું પણ નિર્માણ કરવામાં આવશે જેથી લોકોને સમજવામાં સહેલાઇ રહે.
- આ ઇવેન્ટમાં ગુજરાતની હસ્તકલા, માટીકલા, પેઇન્ટીંગ અને બીજી ઘણી વસ્તુઓને પ્રસ્તુત કરવામાં આવશે. સાથે જ ગુજરાતી સાહિત્ય પર પણ પ્રકાશ પાડવામાં આવશે. ગુજરાતી કવિતાઓ, પુસ્તકો, લેખકો, કવિઓ, ઇતિહાસ જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવશે.
- 'રંગીલું ગુજરાત' ઇવેન્ટમાં ગુજરાતના ધંધાઓ, યુવાન ઉદ્યોગસાહસિકો, ધંધાનું માળખું, ફોરેન પબ્લિકેશન સાથેની પરસ્પરતા, વિજ્ઞાપનો, ધંધાની ઉપલબ્ધતાઓ જેવી બાબતો પર પ્રકાશ પાડવામાં આવશે. સાથે જ ગુજરાતની નવી પેઢીઓ દ્વારા તૈયાર થતું સંગીત, ગુજરાતી નૃત્યો, કોમેડી, નાટકો વગેરે જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. 
 
'રંગીલું ગુજરાત અત્યારે કેમ?
 
- ગુજરાત રાજ્યની સ્થિતી ભારતના મહત્વના રાજ્ય તરીકે ઉભરી આવે છે. પરંતુ બ્રિટીશ ગુજરાતીઓની બીજી અથવા તો ત્રીજી પેઢીઓ પોતાની સંસ્કૃતિ, વારસો અને ભવ્યતા વિશે કશું જાણતા નથી. આ નવી પેઢીઓને પોતાના મૂળ સાથે જોડવા અને તેના વિશે માહિતગાર કરવા માટે આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
- રેડ લોટસ ઇવેન્ટ્સ દ્વારા આયોજિત 'રંગીલું ગુજરાત' કાર્યક્રમમાં વિવિધ જગ્યાએથી લગભગ 1 લાખ લોકો આવે તેવી શક્યતા છે. યુકેની કુલ વસતીના લગભગ અડધા ભાગની વસતી ગુજરાતીઓની હોવાનું મનાય છે. યુકેમાં રહેતી ગુજરતની નવી પેઢીઓને પોતાની સંસ્કૃતિ અને વારસાથી રૂબરુ થવામાં આ કાર્યક્રમ દ્વારા મદદ મળશે.
 
તસવીરો: સૂર્યકાંત જાદવા
 
આગળ જુઓ વધુ તસવીર...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 'Rangeelu Gujarat' A culture exhibition to showcase Glorious State Gujarat
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext