Home »NRG »UK» Pravasi Bharatiya Samman Awards To Priti Patel By President Of India

આ પટેલ યુવતી છે બ્રિટનની રાજ્ય મંત્રી, રાષ્ટ્રપતિએ આપ્યું PBD સન્માન

divyabhaskar.com | Feb 28, 2017, 11:50 AM IST

એનઆરજીડેસ્કઃવિશ્વના 21 દેશોના 30 પ્રવાસી ભારતીયોને પ્રવાસી ભારતીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે જેમાં બ્રિટનના આંતરરાષ્ટ્રીય વિકાસ રાજ્ય મંત્રી પ્રીતિ પટેલ અને અમેરિકાના બરાક ઓબામા સરકારમાં રહેલા અગ્રણી અધિકારી નિશા બિસ્વાલ સામેલ છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સોમવારે બેંગ્લોરમાં 14મા પ્રવાસી ભારતીય દિવસ સમ્મેલના સમાપન સમારોહમાં આ લોકોને સન્માનિત કર્યા હતા. પ્રીતિ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નોટબંધીના પગલાની પ્રશંસા કરી ચૂકી છે. 7થી 9 જાન્યુઆરીએ યોજાયેલા 14માં પ્રવાસી ભારતીય દિવસના કાર્યક્રમનું ઉદ્ઘઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.
 
નોટબંધી અંગે પ્રીતિએ કર્યા હતા PM મોદીના વખાણ

- બ્રિટનમાં ભારતીય મૂળની વરિષ્ઠતમ મંત્રી પ્રીતિ પટેલે નોટબંધીના પગલા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી અને યોગ્ય પગલું ગણાવયું હતું. 
- તેમણે કહ્યું હતું કે, આ પગલાથી આતંકવાદ તથા ગેરકાયદે થતા સોદા અને વેપાર વિરુદ્ધ સમગ્ર વિશ્વને એક કડક સંદેશો પહોંચ્યો છે.
- આ વખતે સૌથી વધારે 6 સન્માન અમેરિકાના પ્રવાસીઓને મળ્યા છે. 
- પ્રવાસી ભારતીય સન્માન માટે ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીની અધ્યક્ષતમાં 11 સભ્યોની સમિતિએ 177 લોકોની યાદીમાંથી આ 30 લોકોની પસંદગી કરી છે.
 
કોણ છે પ્રીતિ પટેલ?

- 29 માર્ચ 1972ના રોજ લંડનમા પ્રીતિનો જન્મ થયો હતો. 
- પ્રીતિના માતા-પિતા યુગાંડાથી સરમુખત્યાર ઈદી અમીન દ્વારા એશિયનોને હાંકી કાઢવામા આવતા બ્રિટન આવી ગયા હતા.
- પ્રીતિએ કીલ યૂનિવર્સિટીથી ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન અને એસેક્સ યૂનિવર્સિટીથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યુ છે.
- જૂન 2014મા ભારતીય વડાપ્રધાન વિરૂદ્ધ એકતરફી રિપોર્ટિંગ બદલ પ્રીતિએ બીબીસીની આકરી ટીકા કરી હતી.
 
આ કારણે એવોર્ડની સંખ્યા કરાઈ બમણી

- વર્ષ 2003થી પ્રવાસી ભારતીય દિવસ સન્મેલન દર વર્ષે યોજાતો હતો અને પહેલા સંસ્કરણથી જ પોતાના પ્રવાસીઓને સન્માનિત કરવામાં આવી રહ્યા છે. 
- આ પહેલા દર વખતે પ્રવાસી ભારતીય સન્માન મેળવનારાથી સંખ્યા 15 હતી.
- પરંતુ પ્રવાસી ભારતીય સમ્મેલન બે વર્ષમાં એક વાર કરવાનો નિર્ણય લીધા બાદ આ વર્ષથી તેની સંખ્યા બેગણી કરવામાં આવી છે.
- ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેંગલૂરૂ ખાતે 14મા પ્રવાસી ભારતીય દિવસનું ઉદઘાટન કર્યું હતું. 
 
આગળ વાંચોઃ આ ગુજરાતીઓ પણ થયા સન્માનિત
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Pravasi Bharatiya Samman Awards to Priti Patel by president of india
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended