Home »NRG »UK» Photos Of Adel Sajan And Sana Khan Wedding On Costa Fascinosa

ફ્રાન્સમાં ક્રુઝ પર યોજાયા ગુજરાતીના ભપકાદાર લગ્ન, આવો હતો 4 દી'નો જલ્સો

divyabhaskar.com | Apr 28, 2017, 17:33 PM IST

ફ્રાન્સઃ ગુજરાતી લોકો ગુજરાતમાં રહેતા હોય કે વિદેશમાં તેઓ પોતાનો લગ્નનો પ્રસંગ યાદગાર બનાવવા માટે મન મૂકીને પૈસા વાપરે છે. તાજેતરમાં જ 6થી 9 એપ્રિલ સુધી દુબઈમાં એક ગુજરાતી બિઝનેસમેનના પુત્રના યોજાયેલા લગ્નમાં પણ ધરખમ ખર્ચો કરવામાં આવ્યો. UAEમાં વસતા વિખ્યાત મૂળ ગુજરાતી  Danube Groupના માલિક રિઝવાન સાજનના દીકરા અદેલના ક્રુઝમાં ભવ્ય લગ્ન યોજાયા. Mediterranean સુમદ્રમાં યોજાયેલા આ લગ્નમાં 50 કરોડથી વધુ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ મેરેજ Costa Fascinosa(ક્રુઝશીપ)માં 'દિલ ધડકને દો' થીમ પર યોજાયા હતા
 
બોલિવૂડ સહિતની હસ્તિઓ થઈ સામેલ

અદેલ-સનાના આ લગ્નમાં 1000 મહેમાનો સામેલ થયા હતા. માત્ર એટલું જ નહીં ક્રુઝમાં વિવિધ પ્રકારની વાનગીઓ પીરસવા માટે 75 શેફ પણ ક્રુઝમાં સવાર હતા. આ ગ્રાન્ડ વેડિંગમાં બોલિવૂડ પણ બાકી રહ્યું નહોતું. બોલિવૂડમાંથી શિલ્પા શેટ્ટી, દિયા મિર્ઝા, ગુરમીત-દેબિના, કરિશ્મા તન્ના, સુસ્મિતા સેન, શમિતા શેટ્ટી, સૌફી ચૌધરી, રોહિત રોય, મલાઈકા અરોરા , ગૌહર ખાન અને મધુર ભંડારકર સહિતની અનેક હસ્તીઓ સામેલ થઈ હતી.
 
કોણ છે રિઝવાન સાજન

આજે દુબઈમાં રિઝવાન સાજન જાણીતું નામ બની ગયું છે. આજે તેમની કંપની દુબઈનું પહેલા નંબરની બિલ્ડિંગ મટિરિયલ્સ સપ્લાય કરતી કંપની છે. તેમના Danube ગ્રુપે રિઅલ એસ્ટટ, મોલ વગેરે ફિલ્ડમાં પણ ઝંપલાવ્યું છે. રિઝવાન ફોર્બ્સની યાદી મુજબ મિડલ ઈસ્ટના ટોપ-100 ઈન્ડિયન લીડર્સ ઈન યુએઈમાં 12માં નંબર પર છે. તેમની કુલ સંપત્તિ 3500 કરોડ રૂપિયાની છે. ગુજરાતી મૂળના રિઝવાનનો પરિવાર રોજી-રોટી માટે કુવૈત ગયો હતો. જ્યાં થોડું ઘણું ભેગું કરેલું ગલ્ફ વોરમાં ગુમાવ્યું, પણ હિંમત હાર્યા વિના ફરી નવા સપના સાથે દુબઈની વાટ પકડી. અહીં મહેનત અને ખંતથી નવી ઉંચાઈઓ હાંસલ કરી. આજે તેમની કંપની દુબઈનું પહેલા નંબરની બિલ્ડિંગ મટિરિયલ્સ સપ્લાય કરતી કંપની છે. તેમના Danube ગ્રુપે રિઅલ એસ્ટટ, મોલ વગેરે ફિલ્ડમાં પણ ઝંપલાવ્યું છે.
 
આગળ જૂઓઃ 4 દિવસ યોજાયેલા ભવ્ય લગ્નમાં મહેમાનોને આપવામાં આવી લક્ઝરી સુવિધા...
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Photos of Adel Sajan and Sana Khan wedding on Costa Fascinosa
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended