Home »NRG »UK» Pandav Vidhya Shala Hosted Holi Utsav At Bushey Academy School Hertfordshire

UKમાં હોળીનું કલરફૂલ સેલિબ્રેશન, ગુજરાતીઓ સહિત રંગોમાં રંગાયા પોલીસ જવાનો

divyabhaskar.com | Mar 30, 2017, 15:36 PM IST

  • રંગબેરંગી કલર અને રંગબેરંગી પાણી એકબીજા પર નાખીને ભારે ઉત્સાહપૂર્વક હોળી રમ્યા
લંડન(સૂર્યકાંત જાદવા દ્વારા):ભારતની જેમ લંડનમાં પણ હોળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. પાંડવ વિદ્યા શાળા દ્વારા હોળી ઉત્સવનું અદભૂત આયોજન બુશેઈ એકેડમી સ્કૂલ, હર્ટફોર્ડશાયર ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં પ્રાર્થના કરવામાં આવી હતી તથા વેસ્ટમિંસ્ટર આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકો માટે અને ઘટનાના હીરો માટે મૌન પણ પાડવામાં આવ્યું હતું. સ્કૂલના વિદ્યાર્થીઓએ પરંપરાગત ડાન્સ અને ગઢવીએ શાનદાર તબલાનું પ્રદર્શન કરીને હોળીની રંગીન ઉજવણી કરી હતી.
 
કોણ રહ્યું ઉપસ્થિત?
 
આ ઈવેન્ટ વિશ્વ હિન્દુ પરિષદ યુકેના પ્રોજેક્ટનો એક ભાગ છે. 19 માર્ચના રોજ બુશેઈ એકેડમી વિદ્યાલય ખાતે સાંસદ ઓલિવર અને હર્ટ્સમેયર બોરો કાઉન્સિલના કાઉન્સિલર પીટર રટલઝ ઉપસ્થિત રહ્યા હતા. પાંડવ વિદ્યા શાળા હોળી રંગોત્સવ 2017માં લોકોએ રંગબેરંગી કલર અને રંગબેરંગી પાણી એકબીજા પર નાખીને ભારે ઉત્સાહપૂર્વક હોળી રમ્યા હતા. દિના ભૂડિયા આ ઈવેન્ટના ઓર્ગેનાઈઝર હતા. તેમને જણાવ્યું હતું કે, આ એક શાનદાર ઈવેન્ટ હતી અને લોકો માટે ઘણો સારો સમય હતો.
 
શું છે સ્કૂલનો હેતુ?
 
પાંડવ વિદ્યા શાળા દ્વારા આ ઈવેન્ટનું બુશેઈ એકેડમીના સુંદર સ્થળે આયોજન કરવામાં આવ્યું હતું. જે આપણી ભાષા, સંસ્કૃતિ અને કલાનું પ્રદર્શન કરવા માટે એક આદર્શ પૂરા પાડે છે. આ સંસ્કાર, સેવા અને સંગઠનના મૂળભૂત મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે એક સ્વૈચ્છિક સંસ્થા છે. સંસ્થાનો હેતુ વિદ્યાર્થીઓ અને માતાપિતા માટે સાંસ્કૃતિક જાગૃતતા વધારીને ગુજરાતી અને હિન્દી ભાષાઓ તથા હિન્દુ ધર્મનું શિક્ષણ પૂરુ પાડવામાં આવે છે. બુશઈ એકેડમી, લંડન રોડ બુશેઈમાં સ્થિત છે, તે સુરક્ષિત વાતાવરણમાં વ્યાપક શિક્ષણની સુવિધાના પૂરી પાડે છે.
 
આગળ જુઓઃ હોળી ઉત્સથી થયેલી ઉજવણીની વધુ તસવીરો...
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Pandav Vidhya Shala hosted Holi Utsav at Bushey Academy school Hertfordshire
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended