Home »NRG »UK» NRI Will Held A Cycling Event To Collect One Crore For Charity

એક કરોડના ભંડોળ માટે માટે યુકેના કચ્છીઓ 350 કિમીની ચેરિટી બાઇક રાઇડ

divyabhaskar.com | Aug 06, 2016, 16:46 PM IST

  • (ગુજરાતીઓ દ્વારા લંડનમાં સાયક્લીંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું )
એનઆરજી ડેસ્ક:દુનિયાના લગભગ બધા ખૂણે ગુજરાતીઓ વસે છે. વિદેશમાં વસતા ગુજરાતીઓ પોતાના વતન માટે, પોતાના લોકો માટે ગમે ત્યારે મદદ માટે તૈયાર જ હોય છે. લંડનમાં વસતા કચ્છી ગુજરાતીઓે દ્વારા આગામી વર્ષની 5મી માર્ચથી 7મી માર્ચ 2017ના રોજ એક સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાયકલ યાત્રાનો હેતું ભારત સ્થિત બે એનજીઓને એક કરોડનું આર્થિક ભંડોળ એકત્ર કરી આપવાનો છે.
 
આગામી વર્ષે યોજાનારી આ સાયકલ યાત્રાને 'ગુજરાત ચેરીટી બાઇક રાઇડ' નામ આપવામાં આવ્યું છે.  ટીમ લીડર સંજય કેરાઇના જણાવ્યા અનુસાર આ યાત્રા ભૂજના સ્વામીનારાયણ મંદિરથી લઇને અમદાવાદ સ્થિત કાલુપુર સ્વામીનારાયણ મંદિર સુધીની હશે. આ યાત્રામાં સાયકલીસ્ટો દ્વારા 350 કિ.મીનું અંતર કાપવામાં આવશે. આ સાયકલ ઇવેન્ટમાં લંડન, અમેરીકા, આફ્રિકા સહીતના દેશોમાં વસતા 50 કચ્છી ગુજરાતીઓ ભાગ લેશે. 
 
સંજય કેરાઇએ આગળ જણાવતા કહ્યું કે અમે નાઇરોબીમાં બે ગુજરાતીઓ સહીત 22 લોકોની નિમણૂક કરી લીધી છે. અમે અત્યારે સિડનીની ટીમના રીપ્લાયની રાહ જોઇ રહ્યા છે. આ સાયકલ યાત્રા હેઠળ 1 કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ ભંડોળ ભારત સ્થિત ઉર્જા ટ્રસ્ટ અને AAWC એનજીઓ માટે એકત્ર કરવામાં આવશે.
 
સંજય કેરાઇ આગળ જણાવે છે કે હાલમાં જ અમે લંડન સ્થિત એક સાયકલીંગ ઇવેન્ટનું આયોજન કર્યું હતું. આ સાયકલીંગ ઇવેન્ટમાં લગભગ 32 માઇલનું અંતર કાપવામાં આવ્યું હતું. અપ્ટન પાર્ક (ઇસ્ટ લંડન)થી લઇને સ્ટેનમોર મંદિર, કેન્ટન મંદિર અને વિલેસડન મંદિર સુધી સાયકલીંગ કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં 13 વર્ષથી લઇને 65 વર્ષ સુધીના 55 રાઇડરોએ ભાગ લીધો હતો.
 
તસવીરો: સુર્યકાંત જાદવા
 
આગળ જુઓ વધુ તસવીરો...
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: NRI Will Held A Cycling Event To Collect One Crore For Charity
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended