Home »NRG »UK» Northern Ireland Restaurant In Shock After Customer Leaves Tip

આયર્લેન્ડેમાં ભારતીય વેઈટરને પડ્યો જલ્સો, ગ્રાહકે આપી 83 હજારની ટીપ!

divyabhaskar.com | Jan 13, 2017, 15:19 PM IST

  • શેફ શબ્બીર સત્તાર ઉર્ફે બાબુને મળી 1000 પાઉન્ડની ટીપ
એનઆરજીડેસ્કઃશું તમે ક્યારેય હોટલમાં જમીને બિલ કરતા વધારે ટીપ આપી છે? સામાન્ય રીતે હોટલમાં જમી લીધા બાદ ગ્રાહક ખુશ થઈને વેઈટરને નાની રકમની ટીપ આપતા હોય છે. પરંતુ ઉત્તરી આટર્લેન્ડના પોર્ટાડાઉન શહેરમાં એક ભારતીય હોટલમાં એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. ગ્રાહક હોટલમાં તેને આપવામાં આવેલી સર્વિસથી એટલો ખુશ થયો કે તેણે તેના જમવાના બિલ કરતા અનેકગણા વધારે રકમની ટીપ વેઈટરને આપી દીધી. જેને જોઈને હાજર રહેલા સહુ અચંબામાં મુકાઈ ગયા હતા. 
 
- ઉત્તરી આયર્લેન્ડના પોર્ટાડાઉન શહેરમાં ઈન્ડિયન ટ્રી નામની ભારતીય રેસ્ટોરાંમાં મંગળવારે એક ગ્રાહક અન્ય 5 લોકો સાથે જમવા માટે આવ્યા હતા. 
- અહીંયા જમવાનું બિલ 79 પાઉન્ડ આવ્યું હતું પણ ગ્રાહક જમવાનું ખાઈને ખુશ થઈને 1 હજાર પાઉન્ડની ટીપ આપી હતી. 
- પોર્ટાડાઉન શહેરની ઈન્ડિયન ટ્રી રેસ્ટોરાંના શેફ શબ્બીર સત્તાર ઉર્ફે બાબુ આ અંગે જણાવ્યું હતું.
- તેણે કહ્યું કે, 'તે વ્યક્તિએ સન્માન સાથે મને બોલાવ્યો હતો. જોકે, ટીપ આપનાર વ્યક્તિએ તેની ઓળખાણ આપી નહોતી.'
 
શું કહે ટીપ આપનાર ગ્રાહક?

- ગ્રાહક અન્ય પાંચ લોકો સાથે ગત મંગળવારે રેસ્ટોરાંમાં જમવા આવ્યા હતા. 
- ટીપ આપતા તેમણે કહ્યું હતું કે, 'જમવા ઉપરાંત તે સર્વિસ ફી આપવા માંગે છે.'
- વધુમાં તેમણે કહ્યું હતું કે, 'આ બધા માટે છે એટલા માટે આ પૈસા તમામ સભ્યોમાં એકસરખા ફાળવવામાં આવે.'
 
શું કહે છે રેસ્ટોરાં માલિક

- રેસ્ટોરાંના માલિક લૂના એકુશે કહ્યું કે, 'આ ટીપ આપનાર બહુ જ ઉદાર હતો.'
- તેઓએ વધુમાં કહ્યું કે, 'આભાર વ્યક્ત કરવાની આ સૌથી સરળ રીત છે, પરંતુ તેનો પ્રભાવ ઘણો મોટો હોય છે. અમે બધા આ બાબતથી અચંબામાં છીએ.'
- એકુશ કહે છે, 'મને નથી લાગતુ કે આ રેસ્ટોરાંમાં ક્યારેય કોઈને આટલી મોટી ટીપ મળી છે, મને તો નથી જ મળી.'
- વધુમાં તે કહે છે કે, 'હું બાબુને તેની મહેતન માટે આભાર વ્યક્ત કરવા માગુ છું. સ્વાદિષ્ટ વ્યંજનોનો શ્રેય તેને જ છે.'
 
આગળ જુઓ વધુ તસવીરો...
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Northern Ireland restaurant in shock after customer leaves tip
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended