Home »NRG »UK» Navratri Celebration In Munich Germany

જર્મનીના મ્યુનિચમાં ગુજરાતીઓ દ્વારા નવરાત્રિનું ભવ્ય સેલિબ્રેશન

Suryakant Jadva | Nov 28, 2016, 15:24 PM IST

મ્યુનિચ:વિશ્વનો કોઈ એવો દેશ નથી કે જ્યાં ગુજરાતી વસતો હોય અને નવરાત્રિનું સેલિબ્રેશન કરવામાં આવતું ન હોય. જર્મનીમાં પણ ગરબાનો ફીવર છવાયો છે. જર્મનીના બર્લિન, ફ્રેન્કફર્ટ, હેદલબર્ગ, મ્યુનિચ, પીનેરબર્ગ વગેરે સિટીમાં ગુજરાતીઓ દ્વારા નવરાત્રિ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
 
જ્યારે મ્યુનિચમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 'મ્યુનિચ ગુજ્જુ ગ્રુપ' દ્વારા નવરાત્રિ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 200થી વધુ ગરબારસિકો હાજર રહ્યા હતા. કોન્સ્યુલેટ જનર ઓફ ઈન્ડિયા-મ્યુનિચ રામચંદ્રન પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. અમારી સાથે આ તસવીરો અમારા રિડર્સ મયુર પટેલે શેર કરી છે. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Navratri celebration in Munich Germany
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext