Home »NRG »UK» Mothers Day Celebration At Bhartiya Vidya Bhavan London

લંડનઃ ભારતીય વિદ્યા ભવન ખાતે મધર્સ ડેની ઉજવણી, સુરમધુર ગીતો દ્વારા માતાને વંદન

divyabhaskar.com | Mar 28, 2017, 16:37 PM IST

લંડનઃ26 માર્ચ, 2017ના રોજ ભારતીય વિદ્યા ભવન લંડન ખાતે મધર્સ ડેની ઉજવણી સુરમધુર ગીતો દ્વારા કરવામાં આવી હતી. યુકેના વિવિધ સ્થળે ગુજરાત સમચાર યુકે અને એશિયન વોય્સ યુકે દ્વારા બહુ સારી રીતે આયોજન કરવામાં આવ્યું હતું. જેના સ્થાનિક સંસ્થાઓ, સંગઠનો, સમુદાયિક કેન્દ્રોએ સકારાત્મક દ્રષ્ટિકોણથી વખાણ કર્યા હતા. આ ઉજવણીમાં ગાયક માયાબહેન આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. તેમણે સુમધુર ગીતો ગાઈને માતાને વંદન કર્યા હતા. મધર્સ ડેના પ્રસંગે માયાબેન બન્ને મમ્મીઓને હ્રદયપૂર્વક વંદન કરે છે.
 
ભારતીય વિદ્યાભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે લોર્ડ જીતેશ ગઢીયા, એમપી વિરેન્દ્ર શર્મા, જાણીતા બિઝનેસમેન રેમી રેન્જર, બેન્ક ઓફ બરોડાના સીઈઓ ધિમંતભાઈ ત્રિવેદી, ભવન્સના ડિરેક્ટર નંદકુમાર સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં શરૂઆતમાં શુદ્ધ શાકાહારી ભોજન કરાવવામાં આવ્યું હતું બાદમાં ભારતથી ગયેલા વિખ્યાત ગાયીકા માયા દીપક અને સાથી કલાકારોના ગીત સંગીત કાર્યક્રમોનું આયોજન સમગ્ર બ્રિટનના વિવિધ શહેકોમાં કરવામાં આવ્યું હતું. માયા દીપક અને ગ્રુપ જનેતાના મહત્વને બિરદાવતા ગીતો રજૂ કર્યા હતા. ગીત સંગીત દ્વારા જનેતાને અંજલિ અર્પણ કરીને માતૃ વંદનાની મોજ કરાવી હતી. 
 
આગળ વાંચોઃ કોણ છે માયા દીપક અને તેમની માતા વિશે...
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mothers day celebration at Bhartiya Vidya Bhavan London
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended