Home »NRG »UK» Mina Patel From Diss To Have Haircut In 25 Years In Memory Of Husband, He Died From Cancer

પતિની યાદમાં 5 ફૂટ લાંબા વાળ કપાવશે પટેલ પરણિતા, જાણો શા માટે?

divyabhaskar.com | Feb 28, 2017, 11:50 AM IST

  • મીના પટેલ વાળ માટે ફાળવે છે અઢી કલાક
એનઆરજીડેસ્કઃસામાન્ય રીતે ગુજરાતીઓ અન્યની મદદ કરવા માટે આગળ આવતા હોય છે, વિદેશોમાં વસતા ગુજરાતીઓ પણ પોતાનો આ સ્વભાવ જાળવી રાખે છે. આજે અમે વાત કરી રહ્યા છીએ એવી મહિલાની જેણે છેલ્લા 25 વર્ષથી પોતાના વાળ કપાવ્યા નથી. આ મહિલા એવા બાળકોને મદદ કરવા જઈ રહી છે જેણે કેન્સર જેવા રોગોના કારણે પોતાના પરિવારજનોને ગુમાવી દીધા હોય. મહિલાએ પણ પોતાના હસબન્ડને કેન્સરના કારણે ગુમાવી દીધા છે જેથી તેમની યાદમાં મહિલા તેના વાળ દાનમાં આપવાનું નક્કી કર્યું છે.
 
કેટલા લાંબા છે મીનાનાં વાળ?

ઈંગ્લેન્ડના ડિસમાં રહેતી એક ગુજરાતી મહિલાએ 25 વર્ષથી પોતાના વાળ કપાવ્યા નથી. પરંતુ હવે તે તેના લાંબા વાળને તેના હસબન્ડની યાદમાં બાય કહેવા માટે તૈયાર થઈ ગઈ છે. ડિસમાં ગ્રોસરી શોપની ઓનર મીના પટેલ 25 વર્ષમાં પ્રથમવાર વાળ કપાવવા માટે 18 એપ્રિલનો દિવસ પસંદ કર્યો છે. મીનાનાં વાળ લગભગ તેના ઘૂંટણ સુધી પહોંચી ગયા છે તેની લંબાઈ 5 ફૂટ 2 ઈંચ છે. પટેલે કહે છે કે, વાળ વોશ કર્યા બાદ હું મારા હાથેથી સૂકવું છે જે અઢી કલાકથી વધારે સમય લઈ લે છે. વાળ મારો ઘણો સમય લે છે પરંતુ હું સામાન્ય રીતે ટીવી જોતા જોતા અથવા અન્ય કોઈ કામ કરતા કરતા આ પ્રોસેસ કરું છું. 
 
શા માટે કપાવી રહી છે વાળ?

મીના પોતાના વાળનું દાન કરીને પૈસા એકઠા કરશે અને તેને લિટલ પ્રિન્સેસ ટ્રસ્ટ ચેરિટી માટે દાન કરશે. આ ટ્રસ્ટ એવા બાળકો માટે વિંગ્સ બનાવશે જેમણે કેન્સરની ટ્રિટમેન્ટના કારણે પોતાના ગુમાવ્યા હોય. 55 વર્ષીય પટેલ કહે છે કે, 'જ્યારે હું નાની હતી તે કાયમ લાંબા વાળ રાખતી હતી. હું મારા જીવનમાં કોઈ પણ વસ્તુ માટે સિમિત ક્યારેય નથી રહી કારણ કે મને કેવું દેખાશે એ વિશે ચિંતા હતી. પણ ચેરિટીને રિયલ હેર જોતા હતા, જેથી મને વિચાર આવ્યો કે, હું મદદ કરવા માટે કંઈક કરી શકું.
 
આગળ વાંચોઃ પતિની યાદમાં કરશે વાળનું દાન...
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mina patel from diss to have haircut in 25 years in memory of husband, he died from cancer
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended