Home »NRG »UK» Martyrs Day Of Mahatma Gandhi At Tavistock Square

લંડનઃ ટેવિસ્ટો સ્ક્વેર ખાતે ગાંધીજીની પ્રતિમાને પુષ્પો અર્પણ કરી શ્રદ્ધાંજલી આપી

Suryakant Jadva | Feb 21, 2017, 18:59 PM IST

લંડન(સૂર્યકાંત જાદવા દ્વારા):30મી જાન્યુઆરીએ સમગ્ર દેશમાં 'શહીદ દિવસ' તરીકે ઉજવાય છે. આ દિવસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની નવી દિલ્હી ખાતે હત્યા થઇ હતી. ભારત ઉપરાંત વિદેશોમાં પણ આ દિવસ મનાવવામાં આવે છે. કેમડેનના લંડન બોરો ખાતે આવેલા ટેવિસ્ટોક સ્ક્વેરમાં રાખવામાં આવેલી ગાંધીજીની પ્રતિમાને પુષ્પો અર્પણ કરીને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. સાથે બે મિનિટનું મૌન પણ રાખ્યું હતું.
 
સોમવારે 30 જાન્યુઆરીના રોજ ભારતીય સમુદાયના ઘણા લોકો ટેવિસ્ટોક સ્કવેર ખાતે એકઠા થયા હતા. આ કાર્યક્રમમાં ભારતીય હાઈ કમિશનર વાય.કે. સિન્હા સહિત મેયર તથા કાઉન્સિલર હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પુષ્પાંજલી સાથે થઈ હતી. ભારતીય હાઈ કમિશનર દ્વારા ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન્સ ગાંધી પ્રતિમાને ફૂલહાર કરાયા બાદ સવારે કાર્યક્રમની શરૂઆત થઈ હતી. બાદમાં ભારતીય વિદ્યા ભવનના વિદ્યાર્થીઓ દ્વારા મહાત્મા ગાંધીને મનપસંદ ભજનો પ્રદર્શિત કર્યા હતા. સાથે બે મિનિટનું મૌન પણ રાખવામાં આવ્યું હતું. બાદમાં હાઈ કમિશનરે અન્ય અધિકારીઓ સાથે પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે રાખવામાં આવેલી ગાંધીજીની પ્રતિમાને પુષ્પો અર્પણ કરી શ્રદ્ધાંજલી આપી હતી.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Martyrs Day of Mahatma Gandhi at Tavistock Square
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended