Home »NRG »UK» London MP Barry Gardiner Playing Dandiya With Guajrati Community

લંડનના MP પણ રંગાયા નવરાત્રિના રંગમાં, ગુજરાતીઓ સાથે ઘૂમ્યા ગરબે

divyabhaskar.com | Oct 13, 2016, 11:27 AM IST

લંડન(સુર્યકાંત જાદવા દ્વારા):ભારતીય તહેવારો સીમાડા પાર રહેતા ગુજરાતીઓ પણ ધામધૂમથી ઉજવી રહ્યાં છે. તેવામાં લંડનના બેન્ટ સીવીક સેન્ટર ખાતે યોજાયેલી નવરાત્રિમાં છેલ્લા દિવસે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. નવરાત્રિના છેલ્લા દિવસે માતાજીને વિદાય આપવા માટે એમપી બેરી ગાર્ડનીયર, F1 રેસર અદ્વૈત દેહોધર, બ્રેન્ટ નેતા મોહમ્મદ બટ્ટ, કાઉન્સિલર કૃપેશ હીરાણી અને કાઉન્સિલર કૃપા સેઢ હાજર રહ્યાં હતા.

સિંગર લંડનના પ્રિતી વરસાણી અને રાજકોટના આષિશ દવેની ટીમે પરંપરાગત ગીત અને મ્યુઝિક રજૂ કરી સૌને ગરબે ડોલાવ્યા હતા. જેમાં લંડનના એમપી બેરી ગાર્ડનીયરને સંગીતના તાલ સાથે ગરબે રમતા જોઈ સૌ અચંબામાં પડી ગયા હતા. લંડનના બેન્ટ સીવીક સેન્ટર ખાતે યોજાયેલી નવરાત્રિમાં ગુજરાતીઓએ પૂરા નવ દિવસ ગરબાની મજા માણી હતી. નવરાત્રિના છેલ્લા દિવસે મોટીસંખ્યામાં હાજર ભક્તોએ માતાજીની મૂર્તિને પાલખીમાં બેસાડી વિદાય આપી હતી.

આગળ જુઓ વધુ તસવીરો અને વીડિયો.....
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: London MP barry gardiner playing Dandiya With Guajrati Community
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended