Home »NRG »UK» 'London Mela 2016' Celebration Held At Wembley Park London

UKમાં 'લંડન મેલા'ની ભવ્ય ઉજવણી: સંસ્કૃતિ, ફૂડ અને કલાનો અદભૂત સમન્વય

Suryakant Jadva | Nov 28, 2016, 14:49 PM IST

એનઆરજી ડેસ્ક: લંડનના વેમ્બલી પાર્ક ખાતે ગઇકાલના રોજ એક દિવસીય 'લંડન મેલા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં લંડનના મેયર સાદિક ખાન પણ ઉપસ્થિત રહ્યા હતા અને પર્ફોર્મર સાથે સેલ્ફી પણ લીધી હતી. મેળો એ એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે 'મળવું'. ભારતના ઘણા શહેરોમાં વર્ષોથી મેળાઓનું આયોજન કરવામાં આવે છે જેના દ્વાર દરેક લોકો માટે ખુલ્લાઓ હોય છે. 
 
લંડનના વેમ્બલી પાર્ક ખાતે આયોજીત 'લંડન મેલા' માં ઘણા લોકોએ હાજરી આપી હતી અને મેળાનો ભરપૂર આનંદ માણ્યો હતો. 'લંડન મેલા' માં નવા ઉભરી આવતા બ્રિટીશ આર્ટીસ્ટોને એક પ્લેટફોર્મ પૂરુ પાડવામાં આવે છે જેના દ્વારા તે પોતાની કલાને લોકો સમક્ષ રજૂ કરી શકે. આ મેળાનો હેતું ફક્ત નફો કમાવાનો નથી પરંતુ જુદા-જુદા ટેલેન્ટને ઉજાગર કરવાનો છે. આ મેળો લંડનમાં વસતી એશિયન કોમ્યુનિટીઝની સંસ્કૃતિ અને ક્રિએટીવીટીથી પ્રેરીત છે. આ મેળામાં બોલીવુડ મ્યુઝિક, કૈબરે ડાન્સ, સર્કસ, સ્ટ્રીટ થીએટર, ફૂડ જેવી અનેક પ્રકારની વસ્તુઓ આર્ટીસ્ટો દ્વારા રજૂ કરાવામાં આવી હતી. આ મેળામાં એશિયન ફૂડ પર રજૂ કરવામાં આવ્યું હતું. આવતા વર્ષે ગનર્સબરી પાર્ક ખાતે ઇલીંગ કાઉન્સીલ દ્વારા ભારત અને પાકિસ્તાનની સ્વતંત્રતાની 70મી વર્ષગાંઠની ઉજવણી સ્વરૂપે 2 દિવસીય 'મેગા મેલા'નું આયોજન કરવાનો પ્લાન છે.
 
તસવીર: સુર્યકાંત જાદવા
 
આગળ જુઓ વધુ તસવીર...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 'London Mela 2016' celebration held at Wembley Park London
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext