Home »NRG »UK» London Gujarat Charity Bike Ride On Their Way To Bhuj

ભુજથી અ'વાદ ચેરિટી બાઈક રાઈડ, 4 ખંડના 50 સાયકલ સવારો લંડનથી રવાના

divyabhaskar.com | Mar 03, 2017, 11:39 AM IST

  • 4 ખંડના 50 સાયકલ સવારો લંડનથી થયા રવાના
યુકે(સૂર્યકાંત જાદવા દ્વારા):લંડનમાં મહિલાઓ માટે ભંડોળ ઉભું કરવા માટે ગુજરાતી સમુદાયમાં અદભૂત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત ચેરિટી બાઈક રાઈડ માટે ચાર દેશના 50 સાઇકલ સવારો લંડનથી રવાના થઈ ગયા છે. લંડનના હિથ્રો એરપોર્ટ પર તમામ રાઈડર્સને લંડન જેટ એરવેય્સના મેનેજરે અભિનંદન તથા બેસ્ટ ઓફ લક પાઠવ્યા હતા. મહિલાઓની ધર્માદા સંસ્થા ઉર્જા અને AAWC માટે કુલ એક લાખ વીસ હજાર પાઉન્ડનું ભંડોળ એકઠું કરવાના ધ્યેય સાથે ચાર ખંડોના 50 જેટલા સાયકલ ચાલકો ત્રણ દિવસમાં ભુજ સ્વામિનારાયણ મંદિરથી અમદાવાદ સ્વામિનારાયન મંદિર જશે. 
 
આ રીતે યોજાશે કાર્યક્રમ

- 5 માર્ચના રોજ ચેરિટી માટે સાયકલ ચલાવનારા કુલ 350 કિમીનું અંતર કાપશે. 
- સાઈકલિંગ ઈવેન્ટ 5 માર્ચથી 7 માર્ચ દરમિયાન યોજાશે. 
- ચેરિટી બાઈક રાઈડની પહેલ AAWC યુકે આધારિત વેલ વિશર્સ અને ઉદાર યુવાન લોકોના એક જુથ દ્વારા કરવામાં આવી છે.
 
મહિલાઓનું શોષણ અટકાવવા માટે કામ કરે છે ઉર્જા ટ્રસ્ટ
 
- ઉર્જા ટ્રસ્ટ ઘર છોડી ભાગી ગયેલી અને બેઘર યુવાન મહિલાઓ કે જેઓ જાતિય, શારીરિક અને આર્થિક શોષણ અને એબ્યુસનો ભોગ બને છે તેને રોકવા માટે કામ કરે છે. 
- ઉર્જા ટ્રસ્ટ આવી મહિલાઓની પસંદગી, ગરિમા અને સ્વતંત્રતા અપાવવા માટે સપોર્ટ કરે છે. 
- વધુમાં તેઓ સરકાર અને નાગરિક સમાજ સાથે જોડાઈને તેમની નીતિઓમાં ફેરફારો લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. 
 
મહિલાઓની તસ્કરી રોકવા માટે કામ કરે છે AAWC
 
-વર્ષ 1998થી AAWC મુંબઈના રેડ લાઈટ એરિયા, કામઠીપુરામાં વેશ્યાગૃહો આધારિત પ્રોસ્ટીટ્યૂસન માટે થતી મહિલાઓની તસ્કરી રોકવા માટે કામ કરે છે. 
-તેઓ અત્યાર સુધી 3000થી વધારે મહિલાઓ સુધી પહોંચ્યા છે અને તેમની 400થી વધારે પુત્રીઓને ધંધામાં જતી રોકી છે. 
- આ જર્નીમાં અનુભવી તથા બિન અનુભવી મહિલાઓ અને પુરુષો સામેલ છે.
 
આગળ વાંચોઃ શું છે આ રાઈડનો હેતુ?
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: London Gujarat charity bike ride on their way to Bhuj
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended