Home »NRG »UK» Leicester 8 Year Old Boy Death By Laser Game Collision With Teen

લંડનઃ ઈનડોર લેસર રમતમાં ગુજરાતી માસૂમનું મોત, ટીનએજર પડ્યો ઉપર

divyabhaskar.com | Nov 25, 2016, 17:43 PM IST

લંડનઃઈન્ડોર લેસર ગેમ રમતી વખતે એક ટીનએજર આઠ વર્ષના બાળક પર પડતા તેનું મોત થયું હતું. બાળકને આ અકસ્માતમાં લીવરના ભાગમાં ઘણી ઈજા થઈ હતી. હોસ્પિટલમાં ખસેડાયાના એક કલાક બાદ માસૂમે અંતિમશ્વાસ લીધા હતા.
 
શું છે ઘટના?

- મેગાઝોન લેસર ટેગ ખાતે લેસ્ટરના આર્યન પટેલ પર મોટો છોકરો પડતા તેને આંતરિક ઈજાઓ થઈ હતી જેના કારણે તે મૃત્યું પામ્યો છે. 
- ટીનએજરે લિસેસ્ટર કોરોનરની કોર્ટને જણાવ્યું કે, રૂમમાં લાઈટ ન હોવાના કારણે અંધારું હતું જેના કારણે તેને ખ્યાલ નહોતો કે આર્યન પણ ત્યાં હતો.
- તપાસકર્તાઓએ તારણ કાઢ્યું કે એપ્રિલમાં થયેલું આર્યનનું મૃત્યુ આકસ્મિક હતું.
- લેસર ટેગના સેશન અન્ય 33 લોકોનો સમાવેશ થાય છે જેઓની ઉંમર 6 વર્ષથી વધુ અને 3 ફૂટ 7 ઈંચથી ઉંચા છે.
 
શું કહ્યું કોર્ટે?

- અન્ય ખેલાડી સાથે અથડામણ પછી આર્યનને એરેના રિસેપ્શનમાં ખસેડવામાં આવ્યો અને લેસ્ટર રોયલ ઇન્ફર્મરી માટે લેવામાં આવ્યો હતો.
- તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા બાદ અંદાજે એકાદ કલાક બાદ તેના લીવર થયેલી ઈજા અને વધુ પડતા લોહીના વહી જવાના કારણે મૃત્યુ પામ્યો હતો.
- લેસ્ટર સિટી કાઉન્સિલ કોર્ટને જણાવ્યું હતું કે, મેગાઝોન વિરુદ્ધ પગલા લેવામાં આવશે નહી. 
- કારણ કે તેઓ કંપનીના આરોગ્ય અને સલામતીની કાર્યવાહી સાથે સંતુષ્ટ છે.
 
સુનાવણી બાદ જૂરીએ માતાપિતાના વખાણ કર્યા

- જૂરીએ તેમનું તારણ આપ્યા બાદ, કોરોનર લિડા બ્રાઉને પટેલ પરિવારે બે દિવસ સુનાવણી દરમિયાન શાંતિ ગરિમા જાળવી રાખવા બદલ તેમની પ્રશંસા કરી હતી.
- સુનાવણી સંભળાવ્યા બાદ પટેલ પરિવારે સુરક્ષા સુધારવા માટે ફેરફારોનો અમલ કરવા માટે આશા વ્યક્ત કરી હતી.
 
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ આર્યન પટેલ તથા લેસર ગેમની વધુ તસવીરો...
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Leicester 8 year old boy death by laser game collision with teen
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended