Home »NRG »UK» Last Day Of London Brent Civic Centre Navratri: MP Councillor Presence

લંડન: પાલખીમાં બેસાડી માતાજીને આપી વિદાય, મહાનુભાવો રહ્યાં હાજર

divyabhaskar.com | Oct 12, 2016, 12:26 PM IST

લંડન (સુર્યકાંત જાદવા દ્વારા): લંડનમાં પણ ભારતીય તહેવારોની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. તેવી જ રીતે નવરાત્રિના તહેવારની પણ લંડનના બ્રેન્ટ સીવીક સેન્ટર ખાતે ગુજરાતીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. નવરાત્રિના છેલ્લા દિવસે F1 રેસર અદ્વૈત દેહોધર, એમપી બેરી ગાર્ડનીયર, બ્રેન્ટ નેતા મોહમ્મદ બટ્ટ, કાઉન્સિલર કૃપેશ હીરાણી અને કાઉન્સિલર કૃપા સેઢ હાજર રહ્યાં હતા.

બ્રેન્ટ સીવીક સેન્ટર ખાતે યોજાયેલા નવરાત્રિના છેલ્લા દિવસે લંડનના એમપી બેરી ગાર્ડનીયરે ગરબા રમીને સૌને અચંબામાં મુકી દીધા હતા. બીજી તરફ સિંગર લંડનના પ્રિતી વરસાણી અને રાજકોટના આષિશ દવેની ટીમે પરંપરાગત ગીત અને મ્યુઝિક રજૂ કરી નવરાત્રિના છેલ્લા દિવસે તમામનો ઉત્સાહ વધાર્યો હતો. અહીં મોટીસંખ્યામાં હાજર ભક્તોએ માતાજીની મૂર્તિને પાલખીમાં બેસાડી વિદાય આપી હતી.

બ્રેન્ટ સીવીક સેન્ટર ખાતે નવરાત્રિની ઉજવણી

લંડનના બ્રેન્ટ સીવીક સેન્ટર ખાતે ગુજરાતીઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. ગરબામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ ઉમટી પડ્યા હતા. બ્રેન્ટના સાંસદ ડોન બટલર અને કાઉન્સિલર મુહમ્મદ બટ્ટએ નવરાત્રિમાં આરતી ઉતારી હતી જેને જોઈ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતાં.  દરરોજ અંબા માની આરતી બાદ લોકપ્રિય ગાયકોના સૂરથી કાર્યક્રમમાં અનોખું આકર્ષણ ઉભું થયું હતું. રંગબેરંગી પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ ખેલૈયાઓએ દાંડિયા રાસની રમઝટ બોલાવી વતનની કમી પૂરી કરી હતી.

વધુ તસવીરો અને વીડિયો જોવા માટે આગળ ક્લિક કરો.....
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: last Day of london Brent Civic Centre Navratri: MP Councillor Presence
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended