Home »NRG »UK» Kirtidan Gadhvi And Mayabhai Ahir Two Day Lok Dayro At UK

UKમાં કીર્તિદાને માણી ગાંઠીયાની મોજ, માયાભાઈ સાથે લંડનની ગલીઓમાં મારી લટાર

divyabhaskar.com | Apr 23, 2017, 10:40 AM IST

એનઆરજી ડેસ્ક:ગાયકી અને લોકસાહિત્યના કાર્યક્રમ માટે કીર્તિદાન ગઢવી અને માયાભાઈની જોડી ગુજરાતભરમાં જાણીતી છે. પણ આ બન્ને કલાકારો પહેલી વાર એક સાથે યુકેમાં બે દિવસના કાર્યક્રમ માટે ગયા છે. જો કે માયાભાઈ આહીર અને કીર્તિદાન ગઢવી યુકે સહિતના દેશોમાં અનેક સિંગલ કાર્યક્રમ આપી ચૂક્યાં છે. પણ લંડનમાં તારીખ 22 એપ્રિલના રોજ વિલ્વરસ્ક્રોફ્ટ રોડ, લિસેસ્ટર ખાતે અને 28 એપ્રિલના રોજ હ્રસ્ટચર્ચઅવે, હેરો ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં બન્ને સાથે હોવાથી ડાયરાનો માહોલ જ કંઈક જુદો જોવા મળશે.

કીર્તિદાને માણી ગાંઠીયા-થેપલાની મજા

ભારતથી યુકે પહોંચેલા બંન્ને કલાકારોનું એરપોર્ટ પર આયોજકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. લંડનની લટાર મારવાની સાથે કીર્તિદાને અહીં ગુજરાતીઓના ફેવરીટ ગાંઠીયા, થેપલાની મજા માણી હતી. યુકેમાં પહેલી વાર એક સાથે આયોજન કરવામાં આવેલા બન્ને કલાકારોના કાર્યક્રમને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. કીર્તિદાન અને માયાભાઈએ લંડનમાં જાણીતા સબરસ રેડિયો સ્ટુડિયોની મુલાકાત પણ લીધી હતી. કીર્તિદાન ગઢવીએ પોતાના ટ્વીટર પર લંડનના કાર્યક્રમમાં રિહર્સલ કરતો એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે.

કાર્યક્રમમાં સામેલ થવા પાઠવ્યું આમંત્રણ

યુકેમાં 22 એપ્રિલ અને 28 એપ્રિલના રોજ યોજાનારા આ લોક ડાયરામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ ઉમટી પડવાની સંભાવના છે. લંડન ગયેલા કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિર સાથે તેમના મિત્રો પ્રવિણ વેગડ તથા જીતુ પણ સામેલ છે. એક વીડિયો દ્વારા કાર્યક્રમમાં સામેલ થવા માટે કલાકારોએ યૂકેમાં વસતા ભારતીયોને સામેલ થવા માટે આમંત્રણ આપ્યું છે.

યુકેમાં સર્જાશે સંગીત-હાસ્યનો માહોલ

લંડનમાં યોજાનારા લોક ડાયરામાં એક તરફ કીર્તિદાન ગઢવી દ્વારા ભજનો, લોક સંગીત તબલાની સાથે મંજીરા અને શરણાઈનની શૂરાવલી રેલાવશે. બીજી તરફ હાસ્ય સાથે મર્મની વાતો માટે જાણીતા માયાભાઈ આહિર પોતાની આગવી ભાવનગરી છટામાં હાસ્યના સૂર રેલાવતા જોવા મળશે. તેમજ હાસ્યની સાથે જ્ઞાનની વાતો પણ કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન લંડનમાં જો કાઠીયાવાડી વાતાવરણ સર્જાઈ જાય તો કોઈ નવાઈની વાત નહી રહે.
 
આગળ જુઓ લંડનમાં મજા માણતા કીર્તિદાન અને માયાભાઈની વધુ તસવીરો
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Kirtidan Gadhvi and Mayabhai Ahir Two Day Lok Dayro at UK
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended