Home »NRG »UK» Kirtidan Gadhvi And Mayabhai Ahir Lok Dayro At London

UKમાં બે દિવસ યોજાશે ભવ્ય લોકડાયરો, કીર્તિદાન-માયાભાઈની જોડી મચાવશે ધમાલ

divyabhaskar.com | Apr 21, 2017, 16:45 PM IST

  • લંડનમાં પ્રથમવાર જોડી હશે એક સાથે
લંડનઃગુજરાતી લોક સંગીતના અગ્રણી એવા નામચીન કલાકારો કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિરની જોડી પ્રથમવાર લંડનમાં ધમાલ મચાવવા જઈ રહી છે. લોક ડાયરા માટે લંડનમાં બે દિવસનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં કીર્તિદાન ગઢવી દ્વારા ભજન અને લોકગીતો તથા માયાભાઈ આહિર દ્વારા હાસ્ય અને મર્મની વાતોનો રસથાળ પિરસતા જોવા મળશે. આ માટે બંન્ને કલાકારોએ લંડનમાં વસતા ભારતીયોને કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું છે. લંડનમાં તારીખ 22 એપ્રિલના રોજ વિલ્વરસ્ક્રોફ્ટ રોડ, લિસેસ્ટર ખાતે અને 28 એપ્રિલના રોજ હ્રસ્ટચર્ચઅવે, હેરો ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 
 
લંડનમાં યોજાનારા લોક ડાયરામાં એક તરફ કીર્તિદાન ગઢવી દ્વારા ભજનો, લોક સંગીત તબલાની સાથે મંજીરા અને શરણાઈના સૂરની જણજણાટી બોલાશે તો બીજી તરફ હાસ્ય સાથે મર્મની વાતો કરતા માયાભાઈ આહિર પોતાની આગવી ભાવનગરી છટામાં હાસ્યના સૂર રેલાવતા જોવા મળશે. તેમજ હાસ્યની સાથે જ્ઞાનની વાતો પણ કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન લંડનમાં જો કાઠિયાવાડી વાતાવરણ સર્જાઈ જાય તો કોઈ નવાઈની વાત નહી રહે. 
 
લોકડાયરો કરવા લંડન જઈ રહેલા કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિર સાથે તેમના મિત્રો પ્રવિણ વેગડ તથા જીતુ પણ સામેલ છે. કાર્યક્રમમાં સામેલ થવા માટે કલાકારોએ યૂકેમાં વસતા ભારતીયોને સામેલ થવા માટે આમંત્રણ આપ્યું છે, તથા લંડનમાં વસતા ભારતીયોને વિસ કરવાનું પણ જણાવ્યું છે. બે દિવસ યોજાનારા કાર્યક્રમની શરૂઆત રાત્રે 8 વાગ્યે શરૂ થશે.
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: kirtidan gadhvi and mayabhai ahir lok dayro at london
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended