Home »NRG »UK» Kirtidan Gadhvi And Mayabhai Ahir First Dayro At Leicester UK

લંડનમાં કીર્તિદાન-માયાભાઈનાં ડાયરામાં પાઉન્ડનો વરસાદ, આવો હતો માહોલ

divyabhaskar.com | Apr 24, 2017, 12:02 PM IST

  • કીર્તિદાનના 'નગરમે જોગી આયા' ભજન પર પાઉન્ડનો વરસાદ થયો હતો.
લંડનઃગુજરાતી લોક સંગીતના અગ્રણી એવા વિશ્વવિખ્યાત કલાકારો કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિરની જોડીએ ગઈકાલે લંડનમાં યોજાયેલા ડાયરામાં ધમાલ મચાવી દીધી હતી. ડાયરાને માણવા હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. પ્રથમવાર એક સાથે કાર્યક્રમ કરી રહેલી જોડીએ પોતાની આગવી લોકગાયકી શૈલીમાં ગુજરાતી લોકગીત, ભજન અને ગઝલોની ભરમાર બોલાવીને ઉપસ્થિત શ્રોતાઓને આફરીન કર્યા હતા. લંડનવાસીઓએ પણ બન્ને કલાકારોને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધા હતા. તેમજ બન્ને કલાકારો પર પાઉન્ડનો વરસાદ કરી દીધો હતો.
 
લંડનમાં સર્જાયું કાઠિયાવાડી વાતાવરણ 

ગુજરાતી ગાયકી અને લોકસાહિત્યના કાર્યક્રમ માટે કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિરની જોડી ગુજરાત ઉપરાંત વિદેશમાં વસતા ગુજરાતીઓમાં અતિલોકપ્રિય છે. બન્ને કલાકારો એકલા યુકે સહિત અન્ય દેશોમાં અનેક કાર્યક્રમો કરી ચૂક્યા છે, પરંતુ બન્ને એકસાથે હોય તેવો કાર્યક્રમ આ પ્રથમ છે. 22મી એપ્રિલના રોજ વિલ્વરસ્ક્રોફ્ટ રોડ, લિસેસ્ટર ખાતે યોજાયેલા ડાયરાનો માહોલ કંઈક અલગ જ જોવા મળ્યો છે. કાર્યક્રમ દરમિયાન લંડનમાં સંપૂર્ણ કાઠિયાવાડી વાતાવરણ સર્જાઈ ગયું હતું. એક તરફ માયાભાઈએ કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદના સાથે કરી હતી તો બીજી તરફ કીર્તિદાન ગઢવીએ કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રોતાઓ માટે સ્વાગત ગીત રજૂ કર્યું હતું. 
 
લોકગાયકીની આગવી શૈલીથી જોડીએ મચાવી દીધી ધૂમ

લિસેસ્ટર ખાતે યોજાયેલા ડાયરામાં કીર્તિદાન ગઢવી દ્વારા ભજનો, લોક સંગીત, તબલાની સાથે મંજીરા અને શરણાઈના સૂરની જણજણાટી બોલી હતી તથા તળપદી ભાષાને કારણે જાણીતા માયાભાઈ આહિર દ્વારા હાસ્ય અને મર્મની વાતોનો રસથાળ પિરસવામાં આવ્યો હતો. માયાભાઈએ પોતાની આગવી ભાવનગરી છટામાં હાસ્યના સૂર રેલાવ્યા હતા. માયાભાઈ અને કીર્તિદાને પોતાની અનોખી લોકગાયકીની શૈલીથી લંડનવાસીઓને ભરપૂર મોજ કરાવી હતી. લાડલી સોન્ગથી વિદેશમાં સારી નામના મેળવનાર કીર્તિદાને ડાયરામાં પણ આ સોન્ગ પોતાની શૈલીમાં રજૂ કર્યું હતું. આ દરમિયાન લાઈટો બંધ કરાવી હતી અને ઉપસ્થિત શ્રોતાઓને પોતાના મોબાઈલની ફ્લેશ લાઈટ શરૂ કરવાનું નિવેદન કર્યું હતું. હવે આગામી કાર્યક્રમ 28 એપ્રિલના રોજ હ્રસ્ટચર્ચઅવે, હેરો ખાતે યોજાવાનો છે. 
 
વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: kirtidan gadhvi and mayabhai ahir first dayro at Leicester UK
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended