Home »NRG »UK» Kirtidan Gadhvi And Mayabhai Ahir Dayro At Harrow Leisure Centre

લંડનમાં કીર્તિદાનના ડાયરામાં ફરી થયો પાઉન્ડનો વરસાદ, પથરાઈ નોટોની ચાદર

divyabhaskar.com | Apr 30, 2017, 12:26 PM IST

  • 'નગરમે જોગી આયા' પર થયો પાઉન્ડનો વરસાદ.
લંડનઃગુજરાતી ગાયકી અને લોકસાહિત્યના દિગ્ગજ કલાકારો કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિરની જોડીએ ગઈકાલે લંડનમાં હેરો ખાતે યોજાયેલા ડાયરામાં ફરી એકવાર રમઝટ બોલાવી દીધી હતી. ડાયરાને માણવા હજારોની સંખ્યામાં જનમેદનીએ ઉમટી પડી હતી. માયાભાઈએ ગણેશ વંદનાથી ડાયરાની શરૂઆત કરી હતી અને પોતાની આગવી છટામાં હાસ્યના સૂર રેલાવ્યા હતા. એક સાથે કાર્યક્રમ કરી રહેલી જોડીએ પોતાની આગવી લોકગાયકી શૈલીમાં ગુજરાતી લોકગીત, ભજન અને ગઝલોની વણઝાર બોલાવીને ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. લંડનવાસીઓએ પણ બન્ને કલાકારો પર રીતસરનો પાઉન્ડનો વરસાદ કરી દીધો હતો. કાર્યક્રમમાં એક સમયે તો સ્ટેજની આસપાસ પાઉન્ડની ચાદર પથરાઈ ગઈ હોવાનું નજરે પડ્યું હતું.
 
ગુજરાતી લોક સંગીત માટે જગવિખ્યાત કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિર ગુજરાત ઉપરાંત વિદેશમાં વસતા ગુજરાતીઓમાં અતિલોકપ્રિય છે. બન્ને કલાકારો એકલા યુકે સહિત અન્ય દેશોમાં ઘણા કાર્યક્રમો કરી ચૂક્યા છે, પરંતુ વિદેશમાં બન્ને એકસાથે હોય તેવા કાર્યક્રમો ભાગ્યે જ જોવા મળતા હોય છે. 28મી એપ્રિલના રોજ  હ્રસ્ટચર્ચઅવે, હેરો ખાતે યોજાયેલા ડાયરાનો માહોલ પણ કંઈક અલગ જ જોવા મળ્યો છે. કાર્યક્રમ દરમિયાન લંડનમાં સંપૂર્ણ કાઠિયાવાડી વાતાવરણ સર્જાઈ ગયું હતું. હેરો ખાતે યોજાયેલા ડાયરામાં કીર્તિદાન ગઢવી દ્વારા ભજનો, લોક સંગીત, તબલાની સાથે મંજીરા અને શરણાઈના સૂરની જણજણાટી બોલી હતી તથા તળપદી ભાષાને કારણે જાણીતા માયાભાઈ આહિર દ્વારા હાસ્ય અને મર્મની વાતોનો રસથાળ પિરસવામાં આવ્યો હતો. 
 
વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Kirtidan Gadhvi And Mayabhai Ahir Dayro At Harrow Leisure Centre
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended