Home »NRG »UK» Kirtidan Gadhavi And Mayabhai Ahir Visit At Scotland London

સ્કોટલેન્ડના રસ્તા પર બેગપાઈપર બીટ્સ પર કીર્તિદાનની રમઝટ,આવો હતો અંદાજ

divyabhaskar.com | Apr 29, 2017, 12:05 PM IST

  • સાજણ આયા રે.. બેગપાઈપર બીટ્સ પર કર્યો પ્રયાસ
લંડનઃગુજરાતી લોક સંગીતના અગ્રણી એવા કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિર હાલ લંડનમાં વસતા ગુજરાતીઓને મોજ કરાવવા ગયા છે. 22મી એપ્રિલે રાત્રે વિલ્વરસ્ક્રોફ્ટ રોડ-લિસેસ્ટર ખાતે યોજાયેલા ભવ્ય ડાયરાની સફળતા બાદ હવે 28મી એપ્રિલના રોજ હ્રસ્ટચર્ચઅવે-હેરો ખાતે ડાયરો યોજાવવાનો છે. આ પાંચ દિવસની સફરમાં માયાભાઈ આહિર તથા કીર્તિદાન ગઢવીએ લંડનના સ્કોટલેન્ડ શહેરની મુલાકાત લીધી હતી. અહીંયા તેઓ હળવા મૂડમાં જોવા મળ્યા હતા. સ્કોટલેન્ડના એડિનબર્ગ ખાતે તેઓએ બેગપાઇપરની બીટ્સ પર કેટલાક ગુજરાતી લોકગીતોનો પ્રયાસ પણ કર્યો હતો. માયાભાઈ તથા કીર્તિદાન આ દરમિયાન બ્રિટીશ પાર્લામેન્ટ-લંડન ખાતે પણ ગયા હતી.
 
સ્કોટલેન્ડની મુલાકાત દરમિયાન કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિરની સાથે તેમના સાથીઓ પ્રવિણ વેગડ તથા જીતુ પણ હતા. કુદરતી નજારાની મજા માણતા કીર્તિદાન ગઢવીએ તેમના ચાહકો માટે 'બહારો મેરા જીવન હી સહારો' ગીત પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું ઉપરાંત ઘણી તસવીરો પણ પોસ્ટ કરી હતી. 22મી એપ્રિલે યોજાયેલા ડાયરામાં જોડીએ પોતાની આગવી લોકગાયકી શૈલીમાં ગુજરાતી લોકગીત, ભજન અને ગઝલોની ભરમાર બોલાવીને ઉપસ્થિત શ્રોતાઓને આફરીન કર્યા હતા. કાર્યક્રમ પછી લંડનમાં ગુજરાતી સમાજ દ્વારા આયોજન કરવામાં આવેલા એક કાર્યક્રમમાં બન્ને કલાકારોએ ભોજનનો સ્વાદ પણ માણ્યો હતો. હવે 28 એપ્રિલના રોજ હ્રસ્ટચર્ચઅવે-હેરો ખાતે યોજાનાર ડાયરામાં ફરી કાઠીયાવાડી માહોલ જોવા મળશે.
 
આગળ જુઓઃ સ્કોટલેન્ડમાં કેવો હતો કીર્તિદાન અને માયાભાઈનો અંદાજ...
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Kirtidan gadhavi and mayabhai ahir visit at scotland london
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended