Home »NRG »UK» Kirtidan And Mayabhai Relax Mood After Dayro In London

લંડનમાં ભવ્ય ડાયરા બાદ કીર્તિદાન-માયાભાઈએ માણી હળવાશની પળો

divyabhaskar.com | Apr 25, 2017, 11:39 AM IST

  • લંડનમાં હળવી પળોમાં જોવા મળ્યા હતા કલાકારો
એનઆરજી ડેસ્ક:ગુજરાતના લોકસાહિત્ય અને લોકસંગીતના કલાકાર કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહીરે 22 એપ્રિલના રોજ લંડનમાં ગુજરાતીઓને ડાયરાની મોજ કરાવી હતી. 22 એપ્રિલની રાત્રે વિલ્વરસ્ક્રોફ્ટ રોડ-લિસેસ્ટર ખાતે યોજાયેલા ભવ્ય ડાયરામાં પાઉન્ડનો વરસાદ થયો હતો. લંડન ખાતેના પહેલો કાર્યક્રમ પૂરો થયા બાદ કીર્તિદાન અને માયાભાઈ પોતાના સાથીઓ સાથે હળવી પળોમાં જોવા મળ્યા હતા. લંડનમાં ગુજરાતી સમાજ દ્વારા આયોજન કરવામાં આવેલા એક કાર્યક્રમમાં બંન્ને કલાકારોએ ભોજનનો સ્વાદ માણ્યો હતો.

22 એપ્રિલ અને 28 એપ્રિલના બે દિવસીય ડાયરા માટે પહેલી વાર બન્ને કલાકારો સાથે ગયા છે. લંડનમાં 22મીએ યોજાયેલા ડાયરામાં બન્ને કલાકારોએ ગુજરાતી લોકગીત, ભજન અને ગઝલોની ભરમાર બોલાવીને ઉપસ્થિત શ્રોતાઓને આફરીન કર્યા હતા. તો બીજી તરફ કાર્યક્રમ દરમ્યાન શ્રોતાઓએ પણ મોબાઈલની ફ્લેસ લાઈટ દ્વારા કલાકાર અભિવાદન કર્યું હતું. હવે પાંચ દિવસ લંડનની સફર બાદ 28 એપ્રિલના રોજ હ્રસ્ટચર્ચઅવે-હેરો ખાતે યોજાનાર ડાયરામાં ફરી કાઠીયાવાડી માહોલ જોવા મળશે.

(આગળ જુઓ કીર્તિદાન અને માયાભાઈની વધુ તસવીરો)
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Kirtidan And Mayabhai Relax mood After Dayro in London
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended