Home »NRG »UK» Jashu Vekaria Win Teacher Of The Year Award In 2016

લંડનઃ ગુજરાતી જશુ વેકરિયાને 'ટીચર ઓફ ધ યરનો એવોર્ડ' એનાયત

divyabhaskar.com | Oct 25, 2016, 16:21 PM IST

લંડન(સૂર્યકાંત જાદવા દ્વારા): લંડનના દસ સૌથી શ્રેષ્ઠ શિક્ષકોને તેમના યોગદાન માટે આ વર્ષે પર્સન ટીચિંગ એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યો. લંડનના ગુઈલ્ડહાલમાં વાર્ષિક ઈવેન્ટ 'ઓસ્કાર્સ ઓફ ધ ટીચિંગ વર્લ્ડ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટને કોમેડિયન અને અભિનેતા હ્યુજ ડેનિસે હોસ્ટ કરી હતી. ઉત્કૃષ્ટ શિક્ષકોને વિદ્યાર્થીઓ, વાલીઓ અને સાથીઓ દ્વારા થયેલા વખાણ પ્રમાણે આગળ મૂકવામાં આવ્યા હતા. એક નિષ્ણાત પેનલ દ્વારા દસ વિજેતાને પસંદ કરવામાં આવ્યા અને શિક્ષણ શ્રેષ્ઠતા માટે ગોલ્ડ પ્લેટો એવોર્ડ આપ્યો હતો.

 

કેન્ટોન, ગ્રેટર લંડનમાં આવેલી ઉક્ષેન્ડન મનોર પ્રાઇમરી સ્કૂલના જશુ વેકરિયાનું નામ પ્રાઈમરી સ્કૂલના ટીચર ઓફ ધ યરના એવોર્ડ માટે નામાંકિત થયું. સ્કૂલે તેમને સોંપેલી જવાબદારીને પૂર્ણ કરવા માટે આભાર માન્યો હતો. 

 

કોણ છે જશુ વેકરિયા


- જશુ વેકરિયા મૂળ ગુજરાતી છે અને તેઓ કચ્છના દહીંસરના છે. 
- જશુના મમ્મી માંડવીના છે. 
- પિતા લંડનના છે, જશુનો જન્મ લંડનમાં થયો હતો.

 

આગળની સ્લાઈડ્સમાં જુઓ, અભિનેતા હ્યુજ ડેનિસ અને તેના મિત્રો સાથે જશુ વેકરિયાની વધુ તસવીરો...

(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Jashu vekaria win teacher of the year award in 2016
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended