Home »NRG »UK» Jashu Vekaria Honored By Mayor Of Brent Councillor Parvez Ahmed

UK: ટીચર ઓફ ધ યર ગુજરાતી જશુ વેકરિયાને બ્રેન્ટ કાઉન્સીલર મેયરે કર્યા સન્માનિત

Suryakant Jadva | Nov 28, 2016, 15:53 PM IST

લંડન(સૂર્યકાંત જાદવા દ્વારા):જશુ બેન વેકરિયાને આ વર્ષે લંડનના દસ સૌથી શ્રેષ્ઠ શિક્ષકોને તેમના યોગદાન માટે પર્સન ટીચિંગ એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યો હતો. જશુબેનને કાઉન્સિલ ફુલહાઉસમાં બ્રેન્ટ સિવિક સેન્ટર ખાતે બ્રેન્ટ કાઉન્સીલર મેયર પરવેઝ અહેમદ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. 
 
કેવી રીતે જીત્યા 'ટીચર ઓફ ધ યર'નું ટાઈટલ
 
- લંડનના ગુઈલ્ડહાલમાં વાર્ષિક ઈવેન્ટ 'ઓસ્કાર્સ ઓફ ધ ટીચિંગ વર્લ્ડ'નું આયોજન કરવામાં આવ્યું હતું. 
- આ ઈવેન્ટને કોમેડિયન અને અભિનેતા હ્યુજ ડેનિસે હોસ્ટ કરી હતી. ઉત્કૃષ્ટ શિક્ષકોને વિદ્યાર્થીઓ, વાલીઓ અને સાથીઓ દ્વારા થયેલા વખાણ પ્રમાણે આગળ મૂકવામાં આવ્યા હતા. - એક નિષ્ણાત પેનલ દ્વારા દસ વિજેતાને પસંદ કરવામાં આવ્યા અને શિક્ષણ શ્રેષ્ઠતા માટે ગોલ્ડ પ્લેટો એવોર્ડ આપ્યો હતો.
- કેન્ટોન, ગ્રેટર લંડનમાં આવેલી ઉક્ષેન્ડન મનોર પ્રાઇમરી સ્કૂલના જશુ વેકરિયાનું નામ પ્રાઈમરી સ્કૂલના ટીચર ઓફ ધ યરના એવોર્ડ માટે નામાંકિત થયું હતું. 
- સ્કૂલે તેમને સોંપેલી જવાબદારીને પૂર્ણ કરવા માટે આભાર માન્યો હતો. 
 
કોણ છે જશુ વેકરિયા

- જશુ વેકરિયા મૂળ ગુજરાતી છે અને તેઓ કચ્છના દહીંસરના છે. 
- જશુના મમ્મી માંડવીના છે. 
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ, જશુ વેકરિયાની વધુ તસવીરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Jashu Vekaria honored by Mayor of Brent Councillor Parvez Ahmed
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext