Home »NRG »UK» Honor Of Karen Handel Organize Dinner Reception

કોંગ્રેસના કેરેન હેન્ડલના સન્માનમાં ડિનરનું હિન્દુ સમુદાય દ્વારા આયોજન

Divyabhaskar.com | May 19, 2017, 18:23 PM IST

  • કોંગ્રેસના કેરેન હેન્ડલના સન્માનમાં ડિનરનું હિન્દુ સમુદાય દ્વારા આયોજન,  uk news in gujarati
અમેરિકાઃએટલાન્ટા હિન્દુ સમુદાય દ્વારા કોંગ્રેસના કેરેન હેન્ડલના સન્માનમાં એક ખાસ ડિનર રીસેપ્શનું આયોજન કરવામાં આવ્યું છે. ડિનરનું આયોજન 19 મેના રોજ આશિયાના બેન્ક્વેટ હોલ ખાતે કરવામાં આવ્યું છે. આ આયોજનમાં શિવ અગ્રવાલ, ગોકુલ કુનાથ, ડો. વાસુદેવ પટેલ, અમિતાભ શર્મા, સ્નેહા મહેતા, પંડિત જ્ઞાન પ્રકાન ઉપાધ્યાય, ચંદ્રકાંત પટેલ, પરીક્ષત શર્મા, રવિ ચાંદેર, ધીરૂ શાહ નારાયણ સ્વામી હાજર રહેશે.
 
કેરેન હેન્ડલ જ્યોર્જિયા રાજ્યના એક અમેરિકી પૉલિટિશન છે, જે જ્યોર્જિયાના 26માં રાજ્ય સચિવ તરીકે કાર્યરત હતા. વર્તમાનમાં તેઓ જ્યોર્જિયાના છઠ્ઠા કોંગ્રેશનલ ડિસ્ટ્રિક્ટ સ્પેશિયલ ઈલેક્શન માટે એક ઉમેદવાર છે. રિપબ્લિકન પાર્ટીના એક સભ્ય હેન્ડલે રાજનીતિમાં પ્રવેશ કરતા પહેલા બિઝનેસ કરતા હતા. જ્યોર્જિયા રાજ્યના સચિવની પસંદગી થઈ તે પહેલા તેઓ ફુલટન કાઉન્ટી બોર્ડ ઓફ કમિશનર્સના મેમ્બર હતા.
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Honor of Karen Handel organize Dinner Reception
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended