Home »NRG »UK» High Visibility Foot Patrol To Support The Neighbourhood Policing Team

લંડન પોલીસે અપનાવ્યો અનોખો અભિગમ, ડોર ટુ ડોર કર્યો સ્થાનિકોનો સંપર્ક

divyabhaskar.com | Apr 11, 2017, 15:58 PM IST

  • પોલીસ ટીમે સમુદાય સંસ્થાઓ અને મંદિરની લીધી મુલાકાત
લંડન(સૂર્યકાંત જાદવા દ્વારા):ક્વિંસબરીમાં નવા સ્થાનિક લોકો અને વેપારી સાથે સંપર્ક બનાવવા માટે નેબરહુડ પોલીસ ટીમે "High visibility foot patrol"નું આયોજન કર્યું હતું. જેમાં પોલીસ અધિકારીઓએ સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી અને તેમની મૂશ્કેલી અંગે પૂછવામાં આવ્યું હતું. આ ઉપરાંત પોલીસ અધિકારીઓએ સંપર્ક સાધવાના અને નવા સંપર્ક બનાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. 
 
સમુદાય સંસ્થાઓ અને મંદિરની લીધી મુલાકાત

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અમારા ક્વિંસબરી વોર્ડ પેનલે રવિવારે 9 એપ્રિલ, 2017ના રોજ નેબરહુડ પોલીસ ટીમનું સમર્થન કરવા માટે એક "High visibility foot patrol"નું આયોજન કર્યું હતું. ચાલતા પેટ્રોલિંગ કરવાનો મુખ્ય હેતુ સ્થાનિકો સાથે સંપર્ક બનાવવાનો હતો. અધિકારીઓએ સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓને પોતાનો પરિચય આપ્યો. ઉપરાંત વિવિધ સમુદાય સંસ્થાઓ તથા મંદિરોની મુલાકાત કરી હતી. અધિકારીઓએ સંપર્ક કરવાનો હેતુ સમજાવ્યો અને લોકોને રિપોર્ટ કરવા અંગે કોઈ મૂશ્કેલી પડી રહેલી હોય તો તે અંગે પૂછવામાં આવ્યું. તેમજ સ્થાનિક પોલીસ ટીમે પોતાના સંપર્ક વધારવા અને નવા લોકોના સંપર્ક સાધવાના પ્રયાસો કર્યા હતા.
 
સ્થાનિકોને સુરક્ષિત હોવાની આપી ખાતરી

ચાલતા પેટ્રોલિંગ કરીને અધિકારીઓએ વોર્ડ પેનલના સભ્યોએ તેમના આસપાસમાં રહેતા લોકોને વ્યાપક અને વધુ સક્રિય ભૂમિકામાં હોવાની માહિતી આપી. તેમજ સ્થાનિક વેપારીઓ, રહેવાસીઓ અને સમુદાય જૂથોને તેઓ સુરક્ષિત હોવાની ખાતરી આપવાની તક પણ મળી હતી. જેના બદલામાં તેઓ તેમની ફરિયાદ પોલીસમાં રિપોર્ટ કરવા માટે સક્ષમ થયા હતા.
 
આ છે પોલીસ ટીમનું લક્ષ્ય

ચાલતા પેટ્રોલિંગ કરતા અમને જાણવા મળ્યું છે કે, વિવિધ સમુદાય જૂથોની અલગ અલગ અપેક્ષાઓ છે અને અમે અમારી ભવિષ્યમાં અમારા સ્થાનિક પેટ્રોલિંગને નવા દ્રષ્ટિકોણને લાગુ કરવા અંગે વિચાર આપ્યા છે. નજીકના ભવિષ્યમાં અમે આગામી સમુદાય લીડ ચાલતા પેટ્રોલિંગનું આયોજન કરીશું. સ્થાનિક સમુદાયની આંખ અને કાનનો ઉપયોગ કરવા માટે ક્વીંસબરીને વધુ સારું અને સુરક્ષિત સ્થળ બનાવવા માટે સ્થાનિક પોલીસ ટીમ માટે મહત્વનું લક્ષ્ય છે.
 
આગળ જુઓઃ પોલીસે ચાલતા પેટ્રોલિંગ કરીને મંદિરો તથા સમુદાય સંસ્થાઓની કરી મુલાકાત...
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: High visibility foot patrol to support the Neighbourhood Policing Team
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended