Home »NRG »UK» Gujarati's Gandhi Ji's Restaurant Is Best Indian Restaurant In Paris

પેરિસમાં ગુજરાતીની ‘Gandhi ji’s’ રેસ્ટોરન્ટને એવોર્ડ, જુઓ અંદરનો નજારો

divyabhaskar.com | Nov 21, 2016, 14:43 PM IST

પેરીસ:તાજેતરમાં જ ફેડરેશન ઈન્ટરનેશનલ ટુરિઝમ દ્વારા પેરિસમાં આવેલી ગુજરાતી માલિકની Gandhi ji’s રેસ્ટોરન્ટને ‘બેસ્ટ ઈન્ડિયન રેસ્ટોરન્ટ’ જાહેર કરવામાં આવી છે. મૂળ અંકલેશ્વરના નવા બોરભાઠાના રહેવાસી ગીતાબેન અને તેમના પતિ અરવિંદ આહીરનું ફેડરેશન ઈન્ટરનેશનલ ટુરિઝમના સભ્યો દ્વારા એવોર્ડ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું. પેરીસની Gandhi ji’s રેસ્ટોરન્ટના ફૂડની સાથે અંદર અને બહારનો નજારો પણ ભવ્ય છે. રેસ્ટોરન્ટના માલિક અરવિંદ આહીરે divyabhaskar.com સાથે આ અંગે વાત કરી હતી.

પેરીસમાં અન્ય અસંખ્ય ઈન્ડિયન રેસ્ટોરન્ટ આવેલી છે. જો કે Gandhi ji’s રેસ્ટોરન્ટની સુવિધા અને અન્ય બાબતોને લીધે ફેડરેશન દ્વારા ગુજરાતી માલિકની હોટલને બેસ્ટ ઈન્ડિયન રેસ્ટોરન્ટ જાહેર કરવામાં આવી છે. મૂળ સુરતના રહેવાસી અરવિંદ આહીર સાથે અંકલેશ્વરના ગીતાબેનના લગ્ન થયા બાદ તેઓ ગુજરાતથી પેરીસમાં સ્થાયી છે. મૂળ ગુજરાતી ગીતાબેન અને અરવિંદ આહીરને સંતાનોમાં એક પુત્રી અને એક પુત્ર છે. જે બંન્ને અભ્યાસ કરે છે.

-divyabhaskar.com સાથેની વાતચીતમાં શું જણાવ્યું Gandhi ji’s રેસ્ટોરન્ટના માલિકે

-divyabhaskar.com સાથેની વાતચીતમાં અરવિંદ આહીરે જણાવ્યું હતું કે, વિદેશમાં પણ ભારતીય પરંપરા જાળવી રાખીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વિચારો ફેલાવી રહ્યાં છીએ તેની ખુશી છે.
- રેસ્ટોરન્ટ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અહીં રોજના આશરે 150 કરતા વધારે લોકો જમવા માટે આવે છે.
- ભારતીયો માટે સ્પાયશી ફૂડ બનાવાય છે, જ્યારે અહીંના સ્થાનિક લોકો ઓછું સ્પાયશી ભોજન પસંદ કરે છે.
- અહીં જમવા માટે ફિક્સ ડીસની સુવિધા રાખવામાં આવે છે.
- એવોર્ડ અંગે વિગતે વાત કરતા અરવિંદ આહીરે જણાવ્યું હતું કે, એવોર્ડ માટે નોમિનેટ થવાનું ખૂબ જ અઘરૂ છે.
- ફેડરેશનના સભ્યો રેસ્ટોરન્ટની તમામ બાબતોની ચકાસણી કરે છે.
- ફેડરેશનના સભ્યો રેસ્ટોરન્ટના ફૂડ, ફેસિલીટી, ગ્રાહકોનો અભિપ્રાય વગેરે બાબતો પર ઉંડાણ પૂર્વક અભ્યાસ કરીને એવોર્ડ આપે છે.
- અત્યાર સુધીમાં બે જ ઈન્ડિયન રેસ્ટોરન્ટને આ એવોર્ડ મળ્યો છે, જેમાંની ગુજરાતી અરવિંદ આહીરની Gandhi ji’s રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે.

મોદી સહિતના અનેક અન્ય ભારતના જાણીતા લોકોએ લીધી છે મુલાકાત

- અરવિંદ આહીરે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી જ્યારે પેરીસના પ્રવાસે આવ્યા ત્યારે તેઓએ અમારા પરિવાર સાથે આશરે 10 મિનીટ જેવો સમય વિતાવ્યો હતો.
- આ સમયગાળામાં નરેન્દ્ર મોદીએ પેરીસની સ્વચ્છતા અંગે પણ ચર્ચા કરી હતી.
- આ ઉપરાંત અરવિંદ આહીરે જણાવ્યું હતું કે, ભારતના અનેક જાણીતા લોકો પેરીસ પ્રવાસ દરમ્યાન Gandhi ji’s રેસ્ટોરન્ટમાં ફૂડની મજા માણે છે.
- બોલિવૂડના અનેક અભિનેતા-અભિનેત્રી અને ક્રિકેટર સહિતના જાણીતા ચહેરા પેરીસ ટૂર સમયે Gandhi ji’sની મુલાકાત લે છે.
- ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે પણ પરિવાર સાથે પેરીસની Gandhi ji’s રેસ્ટોરન્ટ ફૂડની મજા માણી છે.

આગળ જુઓ Gandhi ji’s રેસ્ટોરન્ટની વધુ તસવીરો....
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gujarati's Gandhi ji's restaurant Is Best indian restaurant in Paris
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended