Home »NRG »UK» Gujarati Youngster Activated In UK Councillor And Other Election

લંડન: રાજકારણમાં ગુજરાતી થયા સક્રિય, સ્થાનિક ચૂંટણીમાં ગુજ્જુ યુવાને ઝંપલાવ્યું

Suryakant Jadva | Apr 17, 2017, 14:36 PM IST

  • લંડનના કેન્ટોન(Kenton) ઈસ્ટના બાય ઈલેક્શનમાં ગુજરાતી ઉમેદવાર હિતેશ હિરાણીએ ઉમેદવારી નોંધાવી
લંડન(સૂર્યકાંત જાદવા દ્વારા): ભારતમાં ગુજરાતના રાજકારણ વિશે અવારનવાર ચર્ચા થતી રહે છે. વડાપ્રધાન તરીકે ગુજરાતના નરેન્દ્ર મોદી આવ્યા બાદ ગુજરાતનો દિલ્હી સુધી દબદબો જોવા મળ્યો છે. તેવી જ રીતે વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ ત્યાંના સ્થાનિક અને નેશનલ રાજકારણમાં સક્રિય થયા છે. યુકેમાં ખાસ કરીને ગુજરાતી યુવાનો સ્થાનિક રાજકારણમાં સક્રિય બની રહ્યાં છે. હાલના સમયમાં યુકે સહિતના દેશોમાં ગુજરાતી વસ્તી વાળા વિસ્તારમાં ઘણા ગુજરાતીઓ કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યા છે.

લંડનના કેન્ટોન(Kenton) ઈસ્ટના બાય ઈલેક્શનમાં ગુજરાતી ઉમેદવાર તરીકે હિતેશ હિરાણીએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. conservative પાર્ટીના ઉમેદરવાર તરીકે કાઉન્સિલરની ચૂંટણીમાં ઉભા રહેલા હિતેશ હિરાણીએ રવિવારે જુદા જુદા મંદિર અને કોમ્યુનિટી સેન્ટરની મુલાકાત લઈ ચૂંટણી પ્રચાર કર્યો હતો. હિતેશે આ મુલાકાત દરમ્યાન લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી.

વિદેશમાં વસતા ગુજરાતીઓ રાજકારણમાં કેમ બન્યા સક્રિય

- વિદેશમાં વસતા ગુજરાતીઓને પોતાની તેમજ પોતાની કોમ્યુનિટીને લગતા ઘણા પ્રશ્નો હોય છે.
- કોમ્યુનિટી ઈવેન્ટ કે સેન્ટરમાં સુધારો-વધારો કરવા માટે બીજાને સમજાવવામાં ઘણી સમસ્યાઓ ઉદ્દભવે છે.
- ગુજરાતી કાઉન્સિલર જ કોમ્યુનિટીની સમસ્યા સારી રીતે સમજી શકતા હોવાથી ગુજરાતી યુવાનો સ્થાનિક રાજકારણમાં સક્રિય બન્યા.
- વિદેશમાં જન્મેલા અને એજ્યુકેટેડ ગુજરાતી યુવાનો સ્થાનિક કાઉન્સિલરની ચૂંટણીમાં પોતાની ઉમેદવારી નોઁધાવે છે.

આગળ વાંચો wembley વિસ્તારમાં બીજા નંબરની ભાષા ગુજરાતી
 
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gujarati Youngster Activated in UK Councillor and Other Election
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended