Home »NRG »UK» Gujarati Woman Completes Road Trip From UK To India

લંડન ટુ ઈન્ડિયાઃ ગુજરાતણે એકલા 32,000 કિમી કાર ડ્રાઈવ કરી રચ્યો ઈતિહાસ

divyabhaskar.com | Nov 20, 2016, 13:59 PM IST

  • પ્રવાસમાં 2 ખંડ, 6 પ્રદેશો, 9 ટાઇમ ઝોન, 3 રણ, 9 પર્વતમાળાઓ અને 32 દેશોનો સમાવેશ
અમદાવાદઃમૂળ ગુજરાતી અને બ્રિટિશ નાગરિકતા ધરાવતી ભારુલતા કાંબલેએ 32,000 કિમી એકલા કાર ડ્રાઈવ કરીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપી દીધો છે અને આર્કટિક સર્કલને પૂર્ણ કરનારા પ્રથમ મહિલા બની ગયા છે. ભારુલતા 57 દિવસમાં 2 ખંડ અને 32 દેશનો પ્રવાસ પૂર્ણ કરીને ભારત આવ્યા છે. ભારૂલતા કાંબલે મૂળ નવસારીના છે અને તેમનાં લગ્ન મરાઠી પરિવારમાં થયા છે. તેમણે આ મુસાફરી 'બેટી બચાઓ, બેટી પઢાઓ' અને સ્ત્રી સશક્તિકરણ અંગે જાગૃતતા ફેલાવવા માટે કરી છે. 
 
આ રીતે પહોંચ્યા ભારત

- ભારુલતાની મુસાફરીમાં 2 ખંડ, 6 પ્રદેશો, 9 ટાઇમ ઝોન, 3 રણ, 9 પર્વતમાળાઓ અને 32 દેશોનો સમાવેશ થાય છે.
- જેમાં 5500 કિમીની પર્વતમાળાઓ ઉપરાંત 2500 કિમીના રણપ્રદેશનું અંતર કાપ્યું છે.
- ઈમ્ફાલની પૂર્વીય સરહદેથી ભારતમાં પ્રવેશ કરીને ગુજરાત, રાજસ્થાન થઈને મહારાષ્ટ્ર પહોંચ્યા હતા.
- ભારુલતા કાંબલેએ રોજનો સરેરાશ 700 કિ.મી.નો પ્રવાસ કર્યો જ્યારે જ્યારે પર્વતીય વિસ્તારોમાં 500 કિમીનું અતર કાપ્યું છે. 
 
શું છે પ્રવાસનો ધ્યેય?

- આ પ્રવાસ કરવાનો હેતુ ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબો તથા નીચલા વર્ગ માટે ડોક્ટરી સહાયનું ભંડોળ એકઠું કરવાનો છે.
- ઉપરાંત ભ્રૂણ હત્યા અટકાવવા, મહિલા સશક્તિકરણ અને શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. 
- ભારુલતાએ જણાવ્યું કે, 'પ્રવાસ દરમિયાન મેં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો જેવી કે, પ્રતિકૂળ હવામાન સ્થિતિ, ખાલી રસ્તાઓ, અલગ અલગ દેશના કાયદો અને વ્યવસ્થા છતા મનોબળ સહેજ પણ ઓછું થયું નહોતું. આ પ્રયાસમાં મારા પતિએ પણ મને પ્રોત્સાહન અને સમર્થન આપ્યું હતું.'
 
ભારુલતા બે દિવસ પહેલા 32,000 કિલોમીટર અને 32 દેશનો પ્રવાસ કરીને નવી દિલ્હી પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે, ''બેટી બચાઓ અને બેટી પઢાઓ' અંગે જાગૃતતા ફેલાવવાના હેતુસર આ પ્રવાસ ખેડ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમારું સ્વાગત કર્યું હતું જે અમારા માટે વેલ્યૂએબલ મોમેન્ટ હતી.'
 
(તસવીરોઃ સૌજન્ય ફેસબુક)
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, કોણ છે ભારુલતા? અને જુઓ મુસાફરી દરમિયાનની વધુ તસવીરો...
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: gujarati woman completes road trip from UK to India
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended