Home »NRG »UK» Gujarati Teacher Sells UK Home To Avoid Feud With Neighbour

યુકેમાં પટેલ યુવતીએ 1.34 કરોડનું ઘર માત્ર 170 રૂપિયામાં વેચ્યુ, વાંચો શા માટે?

divyabhaskar.com | Feb 01, 2017, 11:23 AM IST

એનઆરજીડેસ્કઃયુકેમાં રહેતી એક ગુજરાતી યુવતીનો વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તેણે પોતાના 2 લાખ પાઉન્ડ(એક કરોડ 34 લાખથી વધુ)ની કિંમતના પોતાના 6 વર્ષ જૂના મકાનને માત્ર 2 પાઉન્ડ(150 રૂપિયા)માં વેચી દીધું છે. ઓક્ટોબર 2011માં આ મકાન ખરીદીને તેનું રિનોવેશન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પાડોશીએ મકાન ડેમેજ થવાનો દાવો કર્યો હતો જેના હેઠળ કોર્ટ દ્વારા મકાન સીલ કરવામાં આવ્યું હતું અને 64 લાખનો દંડ ફટકાર્યો હતો. દિવ્યભાસ્કર સાથે વાતચીત દરમિયાન તેણે જણાવ્યું કે કેમ પોતાનું આટલી મોટી કિંમતનું મકાન માત્ર 150 રૂપિયામાં જ વેચી દીધું?
 
શું છે સમગ્ર ઘટના?

વ્યવસાયે ટીચર 43 વર્ષીય રેખા પટેલે 2010માં 1.34 કરોડ રૂપિયામાં બે બેડરૂમ ધરાવતુ મકાન ખરીદ્યું હતું. આ મકાન વર્ષ 1719માં બનાવવામાં આવ્યું હતું. 300 વર્ષ જૂના મકાનનું રિનોવેશન કરીને 2011માં રેખાએ પોતાનું ડ્રીમ હોમ બનાવ્યું હતું. જેમાં તેણે 25 લાખ રૂપિયા જેટલો ખર્ચો કર્યો હતો. મકાનમાં રિનોવેશન કરીને બે મકાનની કમ્બાઈન દિવાલને અલગ કરી હતી આ દરમિયાન તેના પાડોશીના મકાનની છત પર લગાવવામાં આવેલી 12 ટાઈલ્સ તૂટી ગઈ હતી, જેથી તેની પાડોશી ફ્રાન્સિસ બ્રેર્લીએ તેના પર કેસ કર્યો અને દાવો કર્યો કે, રિનોવેશન દરમિયાન તેના મકાનનો કેટલોક ભાગ ડેમેજ થયો છે. કોર્ટે રેખાને 64 લાખ રૂપિયાનો જંગી દંડ ફટકાર્યો હતો. રેખાએ તેને હપતાથી ચૂકવવાનો નિર્ણય લીધો પરંતુ કોર્ટે આ માટે રાજી ન થઈ. 
 
રેખા પર ખોટો દાવો કરીને તેને કોર્ટમાં લઈ ગઈ હતી
 
બાદમાં 3 વર્ષ પછી રેખા મકાનના અગાઉના માલિકનો સંપર્ક કર્યો જેણે આ બાંધકામ કર્યું હતું. તેણે મકાન વિશે અને છત પર જૂની ટાઈલ્સ હોવાનું જણાવ્યું જેથી તેણીનો ક્લેઈમ ખોટો સાબિત થયો હતો. રેખાને તેની છતની ટાઈલ્સ જૂની હોવાનું માનતી હતી, બીજું કે, રેખા બિલ્ડર નહોતી એટલે તેને તે સમયે જાણતી નહોતી શું પ્રોબ્લેમ છે. પાડોશીએ રેખા પર ખોટો દાવો કરીને તેને કોર્ટમાં લઈ ગઈ હતી પણ તે સમયે તેને કંઈ પણ ખ્યાલ નહોતો અને તે દરેક વાતમાં માનતી હતી. રેખાએ પાડોશીને તેના અધિકારના પૈસા આપવાની ઓફર કરી પણ તે તેનાથી વધારે ઈચ્છતી હતી. રેખાએ પોલીસ કોઈ પ્રિજ્યુડિસ વિના સમગ્ર બાબત તપાસી રહી હોવાની બાબત નકારી હતી. કોર્ટ દરેકનાં અભિપ્રાયોમાં માનતી હતી ન કે હકીકતમાં જે પાડોશી દ્વારા આપવામાં આવતા હતા.
 
170 રૂપિયામાં જ વેચી દીધું મકાન

કોર્ટે રેખાને હપતેથી પૈસા ચૂકવવાની મંજૂરી ન આપી. પૈસા ન ચૂકાવી શકતા કોર્ટે તેને ઘરમાંથી બહાર નીકળી જવાનો આદેશ આપ્યો તો રેખાએ તેનું મકાન વેચવાનો નિર્ણય કરી લીધો અને માત્ર 170 રૂપિયામાં ઘર વેચી દીધું. રેખાએ આ ઘર એટલા માટે વેચી દીધું કારણ કે તે તેમાં જ રહેવા માંગતી હતી. મકાન વેચી દીધા બાદ તેણે ઘર 10 વર્ષની લીઝ પર ભાડે લઈ લીધું. હવે તે દર મહિને 4200 રૂપિયા ભાડું ભરશે.
 
સગાની કંપનીને વેચ્યું મકાન
 
રેખાએ મકાન ફ્રિંગ લિમિટેડ એન્ડ લેન્ડ અને પ્રોપર્ટી પ્રોટેક્શન એલિયાન્સ લિમિટેડ નામની બે પ્રાઈવેટ કંપનીને વેચી દીધું. રેખાએ જે કંપનીઓને મકાન વેચ્યું તે તેના સગાની છે. મકાન વેચવાનું કારણ જણાવતા રેખા કહે છે કે, તેની મનાઈ હુકમ માટેની અરજી દ્વારા પાડોશી તેને ઘરવિહોણી કરવાના પ્રયાસો કરી રહી હતી. જેથી રેખા અને તેના ફ્રેન્ડ મકાનમાં જઈ શકતા નહોતા. 
 
આગળ વાંચોઃ કોણ છે રેખા પટેલ? જુએ મકાનની વધુ તસવીરો...
 
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gujarati teacher sells UK home to avoid feud with neighbour
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended