Home »NRG »UK» Gujarati Shopkeeper Fights Off Robber Using Vodka Bottle And Chair In Uk

UKમાં ગુજરાતીની હિંમત, વોડકાની બોટલ અને ખુરશીથી સામનો કરી ભગાડ્યો લૂંટારુંને

divyabhaskar.com | May 10, 2017, 18:40 PM IST

  • વોડકાની બોટલ અને ખુરશી વડે કર્યો હુમલો
યુકેઃબ્રિટનમાં ગુજરાતી મૂળના 40 વર્ષીય સાહસિક દુકાનદારે છરી સાથે આવેલા એક લૂંટારુંનો વોડકાની બોટલ અને ખુરશી જેવી વસ્તુઓની મદદથી સામનો કર્યો. ઓલ્ડહેમ, ગ્રેટર માનચેસ્ટરમાં ગુજરાતી મૂળના અનિલ વેલજીની જીવન જરૂરિયાતના સામાનની દુકાનમાં એકાએક એક લૂંટારું ઘૂસી આવ્યો અને તેમના પર છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
 
જમીન પર પટકાયો છતા ગુજરાતી હિંમત ન હાર્યો

વેલજીએ તેમના 16 વર્ષના પુત્રની હાજરીમાં આ હુમલાનો સામનો કરવા દારૂની બોટલની મદદ લીધી અને બચવાનો પ્રયાસ કર્યો. સામનો કરતા વેલજી જમીન પર પટકાઈ ગયો હતો. ત્યારબાદ જમીન પર સૂતા સૂતા હુમલાખોરને લાતો મારીને સામનો કર્યો, હુમલાખોર તેની તરફ આવી રહ્યો હતો. વેલજી બાદમાં ઉભો થયો અને કાઉન્ટરની પાછળ રાખવામાં આવેલી ખુરશી ઉઠાવીને હુમલાખોરને અટકાવ્યો. આ દરમિયાન વેલજીએ પેનિક બટન દબાવી દેતા લૂંટારું ભાગી ગયો હતો. 
 
ગુજરાતીની નીડરતા જોઈ લૂંટારુંએ ભાગી જવામાં ભલાઈ સમજી

સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે, લૂંટારુંએ વેલજીની નીડરતા જોઈને ત્યાંથી ખસી જવામાં જ પોતાની ભલાઈ સમજી અને ત્યાંથી તે ભાગી ગયો. જો કે, વેલજીએ હાથમાં લાકડાનો ડંડો લઈને તેનો દૂર સુધી પીછો પણ કર્યો હતો. વેલજીએ માનચેસ્ટર સ્ટ્રીટના પ્રીમિયર કન્વીનિયંસમાં 23 એપ્રિલના રોજ બનેલી ઘટનાના ફૂટેજ પોલીસને સોંપ્યા છે. ઘટનામાં વેલજી અને તેના પુત્રને સામાન્ય ઈજા થઈ છે. ગ્રેટર માનચેસ્ટર પોલીસના પ્રવક્તાએ ઘટનાની જાણકારી હોવાની પૃષ્ટિ કરી છે.
 
શું કહે છે અનિલ વેલજી?

અનિલ વેલજીએ જણાવ્યું કે, 'હું તેને પૂછતો હતો કે તેને શું લેવું છે, પણ તેણે મને કહ્યું કે, મારી પાસે મોંઘી વસ્તુ લેવા માટે પૂરતા પૈસા નથી. હું આ દરમિયાન ગ્રાહકોને સેવા આપી રહ્યો હતો અને તે દુકાન ખાલી થાય તેની રાહ જોઈ રહ્યો હતો. દુકાન ખાલી થતા હું વોડકાની બોટલ મૂકી રહ્યો હતો આ દરમિયાન મને એક અવાજ સંભળાયો. આ અવાજ છરી કાઢવાનો હતો. તે કાઉન્ટરની પાછળ મારી સાઈડ આવી રહ્યો હતો. તેના હાથમાં રસોડાની 6 ઈંચની છરી હતી આ દરમિયાન મારો 16 વર્ષનો પુત્ર પણ મારી સાથે હતો. તેણે મારા પર હુમલો કરતા મેં વોડકાની બોટલ વડે તેનો સામનો કર્યો. હું જમીન પર પડી ગયો છતા પણ મેં બચવાના સતત પ્રયાસો કર્યા અને સૂતા સૂતા પણ મેં લાતો મારીને તેનો સામનો કર્યો. મેં ઉભા થઈને કાઉન્ટર પાછળ પડેલી ખુરશી ઉપાડી અને તેનો સામનો કર્યો. બાદમાં મેં પેનિક બટન દબાવી દેતા તેણે સ્ટોરમાં પીછેહઠ કરી અને ભાગી ગ્યો. બટન દબાવતા મિનિટમાં જ પોલીસ આવી ગઈ હતી, પરંતુ તે ભાગવામાં સફળ રહ્યો હતો.'
 
આગળ જૂઓઃ સીસીટીવીમાં કેદ થયેલી ઘટનાની વધુ તસવીરો...
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: gujarati shopkeeper fights off robber using vodka bottle and chair in uk
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended