Home »NRG »UK» Gujarati Samaj Ireland Celebrated Navratri 2016

આયર્લેન્ડમાં ખેલૈયાઓએ બોલાવી રાસની રમઝટ, ઢોલના તાલે ઝુમ્યા ગુજરાતીઓ

Suryakant Jadva | Nov 28, 2016, 15:23 PM IST

આયર્લેન્ડઃ ગુજરાતની જેમ દેશ વિદેશોમાં નવરાત્રિનો રંગ જામ્યો છે. આયર્લેન્ડમાં ગુજરાત સમાજ આયર્લેન્ડ(GSI) ગ્રુપે 1 ઓક્ટોબરના રોજ Celbridge GAA હોલમાં નવરાત્રિની ઉજવણી કરી હતી.  જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓએ ભાગ લીધો હતો અને ઢોલના તાલે ઝુમી ઉઠ્યા હતા. 
 
ઈવેન્ટની શરૂઆતઆતમાં વૈદિક શ્લોક, ગણેશ સ્થાપન, દિપ પ્રાગટ્ય અને શાંતિ પાઠ થયા હતા. બાદમાં પરંપરાગત ઢોલના તાલે ઈવેન્ટમાં ભાગ લેનારાઓ ગરબે ઘુમ્યા હતા. આયર્લેન્ડના 550 જેટલા મહેમાનોની હાજરીમાં આરતી કરવામાં આવી હતી. સાથે ઉરી હુમલામાં શહીદ થયેલા આર્મીના સૈનિકોને ખાસ શ્રદ્ધાંજલી પણ આપવામાં આવી હતી. 
 
લાઈવ ગરબાએ લોકોનું ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. ભાગ લેનારા ખેલૈયાઓએ રાસ, સનેડો, હીંચ, ભાઈ ભાઈ, મુંબઈની ગાડી અને બીજા ઘણા બધાના સંગીતના તાલે મન મૂકીને ઝુમ્યા હતા. મહેમાનોનું સ્વાગત કરવા અને ચીયર્સ કરવા માટે પંજાબ અને મહારાષ્ટ્ર પારંપરિક સંગીત વગાડવામાં આવ્યું હતું. આશરે 650થી 700 મહેમાનોએ આ ઈવેન્ટની મજા માણી હતી.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Gujarati Samaj Ireland Celebrated Navratri 2016
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext