Home »NRG »UK» Gujarati People Celebrate Navratri Garba At Sattavis Patidar Centre, Wembley, London

UK: ગુજ્જુ ગર્લ્સનો Londonમાં ધમાકો, ગરબામાં પાડી દીધો વટ

Suryakant Jadva, London | Oct 12, 2016, 18:00 PM IST

લંડન (સુર્યકાંત જાદવા દ્વારા):દેશ હોઈ કે પરદેશ નવરાત્રિ આવે એટલે ગુજરાતીઓમાં અનેરા ઉમંગનો સંચાર થઈ જાય છે. વિદેશમાં સ્થાયી થયેલા ગુજરાતીઓ નવરાત્રિ વતન જેટલા જ જુસ્સાથી ઉજવે છે. લંડનના વેમ્બલી એરિયામાં 'સત્તાવીસ પાટીદાર સેન્ટર' ખાતે ઉજવાતી નવરાત્રિની વાત જ અલગ છે. મોર્ડન બન્કવેટ હોલ સહિતની ફેસિલિટી ધરાવતા આ 'સત્તાવીસ પાટીદાર સેન્ટર' ખાતે ખેલૈયાઓ મનમૂકીને નવ દિવસ સુધી ગરબાની રમઝટ બોલાવી હતી. નોંધનીય છે કે માર્ડન આર્કિટેક અને ફેસિલિટીના કારણે લંડનના ગ્રેટ બિલ્ડિંગ્સમાં 'સત્તાવીસ પાટીદાર સેન્ટર'ની ગણના થાય છે. (સૌજન્ય તસવીરો: ફેસબુક, સત્તાવીસ પાટીદાર સેન્ટર, Sarvam Patel Photography)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Gujarati people celebrate Navratri Garba at Sattavis Patidar Centre, Wembley, London
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext