Home »NRG »UK» Gujarati People Celebrate Holi In London

ગુજરાતીઓએ લંડનમાં પાડી જમાવટ, હોળીનું કલરફૂલ સેલિબ્રેશન

Suryakant Jadva, London | Mar 13, 2017, 15:55 PM IST

  • લંડનમાં હોળીની ધામધૂમપૂર્વક ઉજવણી.
લંડન (સુર્યકાંત જાદવા દ્વારા) :ઠંડ હોય કે વરસાદ ગુજરાતીઓ તહેવારની ઉજવણીમાં ક્યારેય પાછા પડતા નથી. હોળીના સેલિબ્રેશનમાં પણ આ વાત આ વર્ષે જોવા મળી. લંડનના સ્ટેનમોરમાં સ્વામિનારાયણ મંદિર ખાતે ગુજરાતીઓ દ્વારા હોળીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
 
ભક્તિ મનોર સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં રંગબેરંગી કલરથી હોળીનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ડાન્સની મસ્તીમાં ઉપસ્થિત તમામ લોકો ઝૂમી ઉઠ્યા હતા. આ વખેત સેલ્ફીનો ક્રેજ પણ જોવા મળ્યો હતો. ગુજરાતીઓની સાથે અન્ય ભારતીય સમુદાય ઉપરાંત લંડનના સ્થાનિકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. 
 
દિવસે ધૂળેટીના સેલિબ્રેશન બાદ રાત્રે પરંપરાગત રીતે હોળીકા દહન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવિકોએ પૂજાવિધી કરી પ્રસાદનો લાભ લીધો હતો. 
 
(લંડનમાં યોજાયેલા કલરફૂલ હોળી સેલિબ્રેશનની વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરતાં જાવ....)
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gujarati people celebrate Holi in London
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended