Home »NRG »UK» Gujarati Girls Kanchan Presents Fashion Wear In London Fashion Week

લંડન ફેશન વિકમાં છવાઈ વડોદરાની આ ગુજ્જુ ગર્લ, પર્સનલ લાઈફમાં છે ગ્લેમરસ!

divyabhaskar.com | Nov 14, 2016, 18:46 PM IST

અમદાવાદઃફેશનનું હબ મનાતા લંડન ફેશન વિકમાં પહેલીવાર ભારતીય ફેશન ડિઝાઈનર કંચન કો ગુરવાનીને આમંત્રિત કરવામાં આવી હતી. કંચન મૂળ વડોદરાની છે. તેણે ફેશન વિકમાં યોગની થીમ પર ડિઝાઈન કરવામાં આવેલા કપડા રજૂ કર્યા હતા. કંચન પોતાની પર્સનલ લાઈફમાં પણ ગ્લેમરસ છે.
 
યુકેના ફેશન મેગેઝિનમાં કંચનનો ઉલ્લેખ...

કંચને જણાવ્યું કે, 'મેં ઓરીગેમી ટેક્નીકનો ઉપયોગ કરીને ડ્રેસ તૈયાર કર્યો છે. આ ટેક્નીકમાં કપડાં સરળતાથી ફોલ્ડ પણ થઈ જાય છે. ફેશન વિકમાં યોગની ઝલક દેખાડતા બ્લેઝર-ટ્રાઉઝર ઓફ સોલ્ડર ટોપ એન્ડ સ્કર્ટ રજૂ કરવામાં આવ્યું. ઓરીગેમી ટેક્નીકથી યોગની થીમ પર રજૂ કરવામાં આવેલા ડ્રેસનો ઉલ્લેખ જાણિતા ફેશન મેગેઝિને કર્યો છે, જે મારા માટે ગર્વની વાત છે.'
 
'દાદાના વિરોધ છત્તા મેં લક્ષ્યને કર્યું હાંસલ'

કંચને જણાવ્યું કે, 'ફેશન વિકમાં જવા માટે ટ્રાયલ પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે મારા દાદાએ વિરોધ કર્યો હતો. તેમને હું એકલી લંડન જઉં તે પસંદ નહોતું. પણ જ્યારે હું ફેશન વિકમાં ભાગ લઈને પાછી આવી, ત્યારે મારા દાદાને મારા પર ગર્વ કર્યો હતો. અહીંયા સુધી પહોંચવા માટે મારા માતાપિતાએ હંમેશા મને સપોર્ટ કર્યો છે.' (તસવીરોઃ સૌજન્ય ફેસબુક)
 
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ, કંચનની ગ્લેમરસ અંદાજની વધુ તસવીરો...
 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: gujarati girls kanchan presents fashion wear in london fashion week
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext