Home »NRG »UK» Gujarati Driver Run Auto Rickshaw On Road Of Bolton City Britain

ગુજરાતીએ UKમાં શરૂ કરી ઓટો, અંગ્રેજો એક રાઈડ માટે કરે છે પડાપડી

divyabhaskar.com | May 05, 2017, 12:12 PM IST

  • સુરતીની રીક્ષા જોતા બ્રિટનના લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું
યુકેઃગુજરાતીઓ દેશમાં હોય કે વિદેશમાં કાયમ કંઈક અલગ કરવા ઈચ્છતા હોય છે. તેવા જ એક ગુજરાતીની વાત છે જે બ્રિટનમાં રીક્ષા ચલાવે છે. બ્રિટન જેવા વિકસિત દેશમાં રીક્ષા નજરે પડે એ તો સ્વાભાવિક છે કે કુતૂહલ સર્જાયા વિના ન રહે. જો કે, આવું જ કંઇક બ્રિટનના બોલ્ટન ટાઉનમાં જોવા મળ્યું છે. અહીંયા એક ગુજરાતી રીક્ષા લઈને વટથી ફરે છે. આ રીક્ષા બ્રિટનમાં જ્યાં પણ જાય છે ત્યાં ભીડ એકઠી કરી દે છે, તેને જોવા માટે ટોળાં એકઠા થઈ જાય છે. 
 
પ્રાપ્ત વિગતો અનુસાર, વર્ષોથી સુરત શહેરમાં રહેતો એક પરિવાર હાલ બ્રિટનના બ્લેકબર્ન ટાઉનમાં સ્થાયી થયેલ છે. બ્લેકબર્નમાં જ જન્મેલા તૌસીફ નામના યુવકને લંડનમાં પણ કંઇક નવું કરવાની ઇચ્છા જાગતા તેણે એક ઓટો રીક્ષા વસાવી છે. તૌસીફે વાતચીત દરમિયાન જણાવ્યું કે, તે રીક્ષા એટલા માટે લાવ્યો છે કે નજીકમાં કોઇને ત્યાં લગ્નપ્રસંગ કે અન્ય પ્રસંગ હોઇ તો તે લઇ જઇ શકે અને બોલ્ટન ટાઉનમાં કંઇક કુતૂહલ સર્જાય એ માટે યુવકે રીક્ષા વસાવી છે. બ્લેકબર્ન ટાઉનના માર્ગો પર ફરી રહેલી ઓટો રીક્ષાને જોઇ ત્યાંના સ્થાનિકોમાં ખૂબ કુતૂહલ સર્જાયું છે. 
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ, બ્રિટનમાં ફરતી રીક્ષાની વધુ તસવીરો...
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: gujarati driver run auto rickshaw on road of bolton city Britain
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended