Home »NRG »UK» Granted Permission For The Demolition Existing Single Story Swaminarayan Temple

લંડનમાં બનશે 5 માળનું ભવ્ય સ્વામિનારાયણ મંદિર, મળી ડિમોલેશનની મંજૂરી

Suryakant Jadva | Nov 28, 2016, 15:53 PM IST

  • આવું બનશે મંદિર(મંદિરની પ્રતિકૃતિ)
લંડન(સૂર્યકાંત જાદવા દ્વારા):બ્રેન્ટ કાઉન્સિલ અને પ્લાનિંગ કમિટી દ્વારા કિંગ્સબર ખાતે આવેલા વાસણા સંસ્થાના સ્વામિનારાયણ મંદિરના ડિમોલેશની મંજૂરી મળી ગઈ છે, આ એક માળના મંદિરને તોડીને શિખર સાથે પાંચ માળનું બનાવવામાં આવશે. આ અંગે SMVSના હરિભક્તોએ બ્રેન્ટ કાઉન્સિલનો સમુદાય સાથે અને સમુદાય માટે કામ કરવા બદલ આભાર માન્યો છે.
હરિભક્તોએ બ્રેન્ટ કાઉન્સિલ સમક્ષ રજૂઆત કરી હતી. હિયરિંગ વખતે હરિભક્તોએ બ્રેન્ટ કાઉન્સિલને જણાવ્યું હતું કે, અહીંયા સામાજિક તથા ધાર્મિક પ્રવૃતિઓ તથા સમુદાયના લગતા કાર્યક્રમો કરવામાં આવે છે, કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરવામાં આવતા નથી. બાદમાં આ એક માળના વેરહાઉસના ડિમોલેશનની મંજૂરી બ્રેન્ટ કોર્ટે આપી હતી. નોંધનીય છે કે, એક માળના વેરહાઉસના બદલે પાંચ માળના મંદિર બનાવવાનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો.
 
આ મંદિર બનાવવા માટે ઉચ્ચ ગુણવત્તાની સામગ્રી વાપરવામાં આવશે તથા મંદિર પ્રાચીન પરંપરાગત હિન્દૂ સ્થાપત્ય શૈલીઓથી સજ્જ અને વ્યવસ્થા તથા ધાર્મિક પ્રતીકવાદનું પાલન કરનારું હશે. મંજૂરી મળ્યા બાદ સહુ હરિભક્તોમા ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: granted permission for the demolition existing single story swaminarayan temple
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext