Home »NRG »UK» Gandhi Nivaran Day Was Celebrated Yesterday By Mahatma Gandhi Foundation UK

UK: ગાંધી નિર્વાણ દિવસની ઉજવણી, ભજન-ધૂનમાં હાજર લોકો થયા મંત્રમુગ્ધ

divyabhaskar.com | Apr 01, 2017, 17:56 PM IST

  • કડવા પાટીદાર સમાજ હેરો ખાતે મહાત્મા ગાંધી ફાઉન્ડેશન દ્વારા ગાંધી નિર્વાણ દિવસની ઉજવણી
UK(સૂર્યકાંત જાદવા દ્વારા):કડવા પાટીદાર સમાજ હેરો ખાતે મહાત્મા ગાંધી ફાઉન્ડેશન દ્વારા ગાંધી નિર્વાણ દિવસની ગઈ કાલે ઉજવણી કરવામાં આવી હતી. હોલ ન મળવાના કારણે ગઈકાલે સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. ઈવેન્ટ ભારતીય હાઈ કમિશનર વાઈ.કે.સિન્હા અને ભૂતપૂર્વ હેરોના મેયર અજય મારૂની હાજરીમાં યોજાઈ હતી.
 
ઈવેન્ટની શરૂઆતમાં મહેમાનોએ લંચ કર્યું હતું. બાદમાં બાપુના મનગમતી ધૂન અને ભજન ગાવામાં આવ્યા હતા. તેમજ વેસ્ટમિન્સ્ટર આતંકવાદી હુમલામાં ભોગ બનેલા લોકો તથા ઘટનામાં બનેલા હીરો માટે પ્રાર્થના તથા મૌન પાળવામાં આવ્યું હતું. વિવિધ ધર્મના વડાઓએ પણ બાપુ માટે પ્રાર્થના કરી હતી. લાલ ગુલાબ બાપુના ફોટાને અર્પણ કરવામાં આવ્યું હતું તથા હાઈ કમિશનર વાઈ.કે. સિન્હા તથા હેરોના ભૂતપૂર્વ મેયર અજય મારૂ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં કાઉન્સિલર્સ, નેશનલ એસેમ્બલીના સભ્યો, વિવિધ ધર્મના વડાઓ તથા સમુદાયોએ હાજરી આપી હતી.
 
આગળ જુઓઃ ઈવેન્ટની વધુ તસવીરો...
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gandhi Nivaran day was celebrated yesterday by Mahatma Gandhi Foundation UK
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended