Home »NRG »UK» EIGHT-MINUTE 999 Call As When Skoda Car Cruise Control Got Stuck

લંડનઃ 192ની ઝડપે ગુજરાતીની કાર થઈ લોક, ટ્રકમાં ઘૂસી જતા થયો કચ્ચરઘાણ

divyabhaskar.com | Nov 25, 2016, 14:09 PM IST

લંડન:લંડનના સિટી હેરોમાં એક અકસ્માતનો વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કારની કન્ટ્રોલ સિસ્ટમ અટકી જતા ડ્રાઈવરે 999 પર ફોન કર્યો અને કાર 192kmphની સ્પીડે લોક થઈ ગઈ હોવાનું જણાવ્યું. ચાલું ફોને જ કાર ટ્રક સાથે અથડાઈને ફેંકાઈ ગઈ, જેમાં મૂળ ગુજરાતી કૌશલ ગાંધીનું મોત થયું હતું. અકસ્માત પહેલા થયેલી 8 મિનિટની વાતચીત દરમિયાનનો ઓડિયો જાહેર કરવામાં આવ્યો છે જેમાં કૌશલ કાર કન્ટ્રોલ કરવા અંગે સવાલો કરી રહ્યો છે.
 
કેવી રીતે બની હતી ઘટના?

- હેરોના મિડલસેક્સ વિસ્તારમાં રહેતા 32 વર્ષીય કૌશલ ગાંધીની કાર એક પાર્ક કરેલા ટ્રક સાથે અથડાઈ હતી.
- તેની કાર સ્કોડા ઓક્ટાવીયાનો અકસ્માત થયો ત્યાં સુધી કૌશલે તેને કન્ટ્રોલ કરવાના તમામ પ્રયાસો કર્યા હતા.
- તે કારને કન્ટ્રોલ કરવાના તમામ પ્રયાસો કરી ચૂક્યો હતો.
- આખરે તેણે 999 પર કોલ કર્યો અને કાર કન્ટ્રોલ કરવા અંગે સવાલો કર્યા હતા.
- કોલ દરમિયાન જ કાર ટ્રક સાથે અથડાઈ અને દૂર ફેંકાઈ ગઈ.
 
8 મિનિટના છેલ્લા કોલ દરમિયાન શું વાતચીત થઈ?

- અકસ્માત તરફ દોરી જનારી આઠ મિનિટમાં કૌશલે કોલ સાંભળનારને જણાવ્યું હતું કે, તેની કારનું  ક્રૂઝ કંટ્રોલ અટકી ગયું છે અને તે કારની સ્પીડને ઘટાડી પણ શકતો નથી.
- રેકોર્ડ કરવામાં આવેલો આ ફોન કોલને બિકોન્સફિલ્ડ, બકિંગહામશાયરમાં સંભળાવવામાં આવ્યો હતો.
- મૃતક તપાસ માટે કંપની ડિરેક્ટરે મિસ્ટર ગાંધી, ચોક્કસાઈવાળા ડ્રાઈવર જણાવ્યા, થેમ્સ વેલી પોલીસના કૉલ સંભાળનાર M40ના જંક્શન 2ને ફોન કર્યો હતો.
- તેણે કહ્યું કે, 'મારી કાર કન્ટ્રોલ નથી થઈ રહી. તેને હું રોકી શકતો નથી. સ્પીડોમીટરમાં જેની ઝડપ 70mph દેખાઈ રહી છે અને તે ધીમે ધીમે વધી રહી છે.'
- કોલ હેન્ડલરે જવાબ આપતા કહ્યું કે, 'તમે ગીયર દ્વારા કારને કંન્ટ્રોલ કરવાના પ્રયાસ કરી ચૂક્યા છો?'
- ગાંધીએ જણાવ્યું કે, 'તે પ્રયાસ કર્યો પણ તે ન્યૂટ્રલ પણ નથી થઈ રહી.'
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, શું આ કારણે થઈ હતી સિસ્ટમ લોક?
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: EIGHT-MINUTE 999 call as when Skoda car cruise control got stuck
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended