Home »NRG »UK» Due To Fake News Story Of Sells Human Meat Indian Restaurant Could Close

UK: 'પટેલના રેસ્ટોરાંમાં પીરસાય છે માનવ માંસ', ફેક ન્યૂઝ બાદ હોબાળો

divyabhaskar.com | May 18, 2017, 17:18 PM IST

  • દક્ષિણ પૂર્વ લંડનમાં કાર્રિટીવિસ્ટના માલિક શિનરા બેગમ છે
યુકેઃ60 વર્ષ જૂની ભારતીય રેસ્ટોરાંનો એક ફેક રિપોર્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, હોટલ માલિક રાર્જન પટેલ તેમના રેસ્ટોરાંમાં માનવ માંસ પીરસે છે. આ રિપોર્ટ ફેસબુક પર વાયરલ થયા બાદ હવે રેસ્ટોરાં માલિકને તેને બંધ કરવા માટે મજબૂર થવું પડ્યું છે. માનવ માંસ વેચવાનો આ લેખ એક પ્રેંક(ટીખળ) ન્યૂઝ સાઈટ પરથી વાયરલ થયો છે, જેના પર કોઈ પણ અજાણ્યો યુઝર્સ સોશિયલ મીડિયા પર પોતાની સ્ટોરીને શેર કરતા પહેલા પોતાના નકલી સમાચાર સબમિટ કરી શકે છે. જો કે, દક્ષિણ પૂર્વ લંડનમાં આવેલી રેસ્ટોરાંના માલિક શિનરા બેગમ છે.
 
શું કહે છે કાર્રિટીવિસ્ટ રેસ્ટોરાંના માલિક?

દક્ષિણ પૂર્વ લંડનમાં કાર્રિટીવિસ્ટના માલિક શિનરા બેગમે જણાવ્યું કે, બિઝનેસ શોપર્સના લોકોએ ઈમારાતમાં તોડફોડ કરવાની ધમકી આપી છે અને પોલીસ અધિકારીઓને તેઓએ બોલાવ્યા છે. બેગમે ન્યૂઝ શોપર્સને જણાવ્યું કે, એક વ્યક્તિએ કહ્યું કે, જો તમે શટર બંધ નહીં નહીં કરો તો હું બારીઓ તોડી નાખીશ. આ દરમિયાન પબ્લિકમાંથી કોઈ શખ્શે આ અંગે જાણકારી પોલીસને આપી દીધી. આ ઘટનાથી અમારા બિઝનેસને ખૂબ અસર થઈ છે, અમને લોકોના ફોન આવે છે કે, અમને જણાવો કે તમે અમને માનવ માંસની પીરસવાની હિંમત કેમ કરી શકો? આ બાબતની બધા જ લોકો નોંધ લઈ રહ્યા છે અને લોકો વિશ્વાસ પણ કરી રહ્યા છે. અમે 60 વર્ષથી રેસ્ટોરાં ચલાવી રહ્યા છે અને કોઈએ આ પ્રકારનું કંઈક લખ્યા બાદ બંધ પણ થઈ શકે છે. લેખમાં આ વિશે માત્ર એક પેરેગ્રાફ લખવામાં આવ્યો હતો, જે અસંખ્ય સ્પેલિંગ અને ગ્રામેટિકલ મિસ્ટેકથી ભરેલો છે, જેને લોકો માને છે કે આ સાચું છે.
 
શું છે લખ્યું છે એક પેરેગ્રાફના લેખમાં?

લેખ ફેસબુક પર હેડલાઈ સાથે શેર કરવામાં આવ્યો હતોઃ ‘ASIAN RESTAURANT SHUT DOWN FOR USING HUMAN MEAT.’ આ લેખમાં કહેવામાં આવ્યું છે કે, 'ગત રાત્રે ભારતીય રેસ્ટોરાંના માલિક રાર્જન પટેલની ધરપકડ કરવામાં આવી, તે તેમના ન્યૂક્રોસ રેસ્ટોરાંમાં માનવ માંસ પીરસી રહ્યો હતો. ત્યાથી કુલ 9 હ્યુમન બોડી જપ્ત કરવામાં આવી, જેના માંસને પ્રોસેસ કરીને તૈયાર કરીને પીરસવામાં આવી રહ્યું હતું. રાજન પટેલે રેસ્ટોરાં બંધ કર્યા બાદ તેની વધુ પૂછપરછ માટે તેમને કસ્ટડીમાં લઈ જવામાં આવ્યા હતા.' બેગમે કહ્યું કે, આ લેખ વાયરલ થયા બાદ તેઓએ ગ્રાહકોમાં ઘટાડો જોયો છે. રેસ્ટોરાં ઓછી વ્યસ્ત રહેવાના કારણે સ્ટાફના અમુક કર્મચારીઓના કલાક ઓછા કરી દીધા છે.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓઃ ફેસબુક પર થયેલી વાયરલ પોસ્ટ...
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Due to fake news story of sells human meat Indian restaurant could close
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended