Home »NRG »UK» Dr Rohan Nagar Received Honours At The Nine Jewels Of Indian Culture UK Awards

લંડનઃ ગુજરાતી આયુર્વેદાચાર્યની સિદ્ધિ, હાઈ કમિશનર દ્વારા લેક્ચર આપવા આમંત્રણ

divyabhaskar.com | Mar 16, 2017, 14:53 PM IST

  • અમિતાભ બચ્ચન સાથે ડો. રોહન નાગર
લંડનઃલંડનમાં એક ગુજરાતી આયુર્વેદ સલાહકારે સિદ્ધિ હાંસલ કરી છે. આયુર્વેદાચાર્ય ડો. રોહન નાગરને હાઈ કમિશનર દ્વારા લેક્ચર આપવા માટે લંડનના નહેરૂ સેન્ટર ખાતે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ તેઓ હાઈ કમિશન દ્વારા આમંત્રિત કરવામાં આવેલા પ્રથમ ભારતીય આયુર્વેદાચાર્ય બની ગયા છે. અગાઉ ડો. નાગરને આયુર્વેદ અને વૈદિક જ્યોતિષમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ અને શ્રેષ્ઠતા બદલ Nine Jewels of Indian Culture UK Awardsથી સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે. ડો. રોહન નાગર જાણીતા જ્યોતિષ  ડો. પંકજ નાગરના પુત્ર છે. પિતા-પુત્ર બંને દિવ્યભાસ્કર માટે પણ લખે છે. 
 
કોણ છે ડો. રોહન નાગર?
 
જાણીતા જ્યોતિષ ડો. પંકજ નાગરના પુત્ર ડો. રોહન નાગર કે જેઓ નેહરૂ કેન્દ્રમાં આમંત્રિત કરવામાં આવેલા પહેલા ભારતીય આયુર્વેદાચાર્ય છે. ડો. નાગરે ઘણા વર્ષોથી લંડનમાં એક આયુર્વેદ સલાહકાર તરીકે કામ કરી ચૂક્યા છે. ડો. નાગરને આયુર્વેદ અને વૈદિક જ્યોતિષમાં આઉટસ્ટેન્ડીંગ અચીવમેન્ટ અને શ્રેષ્ઠતા બદલ Nine Jewels of Indian Culture UK Awardsથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડો. નાગર હોલેન્ડ, જર્મની અને ક્રોએશિયામાં આયુર્વેદમાં એક વિઝિટિંગ પ્રોફેશર રહ્યા હતા તેમજ ટેલીવિઝન અને બીબીસી રેડિયો પર ઘણી વાર દેખાઈ ચૂક્યા છે. તેમનો MATV પર પોતાનો ટીવી પ્રોગ્રામ પણ છે.
 
શું છે આયુર્વેદનું મહત્વ?
 
મોટાભાગની એશિયન સંસ્કૃતિઓની ઉપચારની પરંપરાઓ તેમના ધાર્મિક દર્શનની જેમ અમુક અંશે એકબીજા સાથે સંકળાયેલી હોય છે. એશિયન સંસ્કૃતિઓ સાથે જોડાયેલા લોકો વિવિધ આરોગ્ય પદ્ધતિઓ અને માન્યતાઓ પણ વિશ્વાસ કરવા પર ટેવાયેલા હોય છે, જે પશ્ચિમના પરંપરાગત ઉપચારથી એકદમ અલગ છે. ઈસ્ટર્ન મેડિસિન એપ્રોચ વ્યક્તિને સંપૂર્ણ રીતે માને છે, તેમની જીવનશૈલી અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને મન અને શરીરના એકીકરણનો સ્વીકાર કરે છે. પશ્ચિમી ઉપચાર એક ગંભીર પરિસ્થિતિ માટે પસંદગીની સારવાર છે, જ્યારે જૂની અને લાંબા ગાળાની સમસ્યાઓની સારવાર માટે એશિયન ઉપચાર વધુ ઉપયોગી છે. બે વિશ્વસનીય પદ્ધતિઓમાં મલ્ડિંગ કદાચ વધારે આગળ છે.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: dr rohan nagar received honours at the Nine Jewels of Indian Culture UK Awards
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended